આત્મહત્યા@રાજકોટ: પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા પીધી 
 
આત્મહત્યા@રાજકોટ: પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 મૃતકના પતિ વિરૂદ્ધ મરવા મજબુર સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો: બે સંતાનો માતા વિહોણા બનતાં પરિવારમાં આક્રંદરાજકોટ. તા.17
રાજકોટમાં મવડી ચોકડી નજીક પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં દિવાળીના તહેવાર ટાંકણે જ અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકના બહેનની ફરિયાદ પરથી તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે રાજકોટમાં ભરતનગરમાં ક્રિસ્તા રેસીડેન્સીમાં રહેતાં દયાબેન દોલતભાઇ ગોધવાણી (ઉ.વ.51) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના રજની કિરીટ મંડોરા (રહે. શ્રી હરી સોસાયટી, મવડી ચોકડી નજીક) નું નામ આપતાં તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 306, 498 (ક) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છ બહેનો તથા એક ભાઇ જેમા સૌથી નાની બહેન કોમલ જે હાલ રાજકોટમા તેના પતિ રજનીભાઇ સાથે રહેતી હતી. કોમલના 15 વર્ષ પહેલા અમરેલી રહેતાં દિપક નથવાણી સાથે લગ્ન થયેલા અને સંતાનમાં બે પુત્ર હતાં. બાદમાં તેના પતિનું મોત થતાં તેને પરિવારની જાણ બહાર સુરતમાં મનીષ નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી અને બન્ને સંતાનો સાથે સુરત જતી રહેલ હતી. પાંચેક માસ બાદ તેણીએ મનીષ સાથે છુટાછેડા લઈ અમરેલીના ચિતલ રોડ પર રહેતાં 2જની કીરીટ મંડોરા સાથે અમરેલી કોર્ટમા તા.22/2/2021 ના કોર્ટમે રેજ કરી પોતાની માતા બકુલાબેન સાથે રહેવા લાગેલ હતા.

તેમજ કોમલ જ્યારે અમરેલી રહેતી ત્યારે તેઓને ફોનમા કહેતી કે, હુ તમારી સાથે વાત કરૂ તે મારા પતિને પસંદ નથી. બાદમાં તેઓ પરિવાર સાથે વર્ષ 2022 ના મવડીચોકડી નજીક શ્રીહરી સોસાયટી શેરી-નં.9 શાકમાર્કેટ સામે રહેવા આવેલ હતી. બાદમાં કોમલ તેમની બહેન સાથે ફોનમા વાત કરતી ત્યારે કહેતી કે, તેનો પતિ અવાર નવાર નાની-નાની વાતમાં ઝઘડો કરી ઘરખર્ચ કે બાળકોની સ્કુલની ફી આપતો નથી અને પૈસા માંગુ તો ઢીકાપાટુ મારે છે અને મારા ઘરમા મારી મા તથા બહેન કહેશે તેજ થશે કહી ઝઘડો કરે છે.

છ માસ પહેલા કોમલ સાથે તેના પતિએ તેની નણંદના પુત્રને સાચવવા બાબતે ઝઘડો કરતાં કોમલ તેના બન્ને બાળકો સાથે જેતપુર રહેતી તેના બહેનના ઘરે ચાલી ગઈ હતી. અઠવાડીયા બાદ પરત રાજકોટ આવેલા હતા અને સવા માસ પહેલા કોમલએ ફોનમાં વાત કરેલ કે, તેનો પતિ જે કમાણી લાવે તે પોતાના બહેન આપી દે છે અને તે બાબતે પુછતા મને માર મારે છે અને તેની બહેનના પુત્રને સાચવવાની ના પાડેલ હોય જેથી ઘરમા પૈસા આપવાનુ બંધ કરી દીધેલ હતુ. ત્યારબાદ ગઈકાલે સવારના સાડાસાતેક વાગ્યે ફરિયાદી તેમના ઘરે હતી ત્યારે તેણીના પતિ કે જેઓ જેતપુર ગયેલ હતા તેઓએ ફોનમાં કહેલ કે, તારી બહેન કોમલ દવા પી ગયેલ છે અને તેને દવાખાને જવા જણાવેલ છે. જે બાબતે તેણીના સબંધીએ હોસ્પીટલ જઈ તપાસ કરતાં જાણવા મળેલ કે, તેમની બહેનનું મોત થઈ ગયેલ છે. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એચ.વી.સોમૈયા અને ટીમે વધું તપાસ હાથ ધરી હતી.