આપઘાત@સુરત:બીમારીથી કંટાળી ગયા હોવાથી, બિલ્ડરનો ઘરમાં જ ગોળી મારી પોતાનું જીવન ટુંકાવ્યું હતું

 શહેરના પીપલોદ વિસ્તારમાં એક જાણીતા બિલ્ડર દ્વારા રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 
 
સાંતલપુર પોલીસ સ્ટેશન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

. બ્લેક પેપર હોટલના માલિક અને બિલ્ડરે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત

બે વર્ષ પહેલા બ્રેન સ્ટોકનો એટેક આવેલો

બે વર્ષ પહેલાં અરજણભાઈને બ્રેન સ્ટોકનો એટેક આવ્યો હતો. ત્યારબાદથી અરજણભાઈને બોલવા અને ચાલવાની તકલીફ થઈ હતી. બે વર્ષથી અરજણભાઈ પથારીવશ હતા. અરજણભાઈ કંઈ ન કરી શકવાને લઈને ખૂબ જ માનસિક તણાવમાં રહેતા હતા. અરજણભાઈના પુત્ર ભરતભાઈ એ જણાવ્યું હતું કે, 'બીમારીથી કંટાળીને આ પગલું કર્યું હતું. પેરાલિસિસ પણ હોવાથી તેમની રિવોલ્વર પણ લોકરમાં મૂકી દીધી હતી. આજે સવારે રિવોલ્વર ગમે તેમ કરીને લોકરમાંથી કાઢીને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.'

મોભીએ આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ

પરિવારના મોભી અરજણભાઈ દ્વારા આપઘાત કરવામાં આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. છેલ્લા બે વર્ષથી અરજણભાઈની સેવા સાકરી કરતા પુત્રોને વધુ આઘાત લાગ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી શોકનો માહોલ છવાયો હતો. જો કે, ઘટનાને લઈને પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે પરિવારના દીકરા ભરતભાઈએ જાણકારી આપી હતી કે, જિંદગીમાં કોઈ દિવસ આરામ ન કરી કોઈને હોશિયાર નહીં એવા એમના પિતા બીમારે લઈને ધીમી કંટાળી જઈને આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કે, તેમની પાસે રહેલું લાયસન્સ હથિયાર તેમની પાસેથી લઈ લેવામાં આવ્યું હતું, છતાં ગમે તેમ હથિયાર મેળવી આપઘાત કર્યો છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે 70 વર્ષે બિલ્ડર અને હોટલના માલિક અરજણભાઈ મણિયા રહેતા હતા. તેમને ત્રણ પુત્રો છે. અરજણભાઈ બ્લેક પીપર હોટલના માલિક અને સુરતના જાણીતા બિલ્ડર હતા. અરજણભાઈ છેલ્લા ઘણાં સમયથી બીમારીથી પીડાતા હતા. દરમિયાન આજે ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.