આત્મહત્યા@સુરેન્દ્રનગર: ખેડૂતે ખેતરમાં નાખવામાં આવતી દવા ખાઈને આત્મહત્યા કરી

વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી
 
આત્મહત્યા@કોઠારીયા: વેપારીએ કેમ જીવન ટૂંકાવા જેવું પગલું ભર્યું, જાણીને લોકોને  નવાઈ લાગશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે, ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા ખાઈને આત્મહત્યા કરી છે. ગાડુંભાઈ નામના 40 વર્ષીય ખેડૂતે ઝેરી ટિકડા ખાઈને જીવન ટુકાવ્યું છે. હાલ તો આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જગતના તાતે આત્મહત્યા કરી છે. હાલ તો આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. પોતાના ખેતરમાં જ ઘઉંમાં નાખવામાં આવતી દવા ખાઈને આત્મહત્યા કરી છે. ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે. ગાડુંભાઈએ કઈ કારણોસર આત્મહત્યા કરી તે પોલીસ તપાસમાં બહાર આવશે.