મનરેગા@ફતેપુરા: કરોડોના ગ્રાન્ટની વિગતો દબાવી? અરજદારે કહ્યું, બીલો જ નથી, ક્યાંથી રેકર્ડ આપશે, મચી દોડધામ

ફતેપુરા તાલુકામાં રાજકીય દબદબો ચરમસીમાએ છે
 
મનરેગા@ફતેપુરા: કરોડોના ગ્રાન્ટની વિગતો દબાવી? અરજદારે કહ્યું, બીલો જ નથી, ક્યાંથી રેકર્ડ આપશે, મચી દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
 

ફતેપુરા તાલુકામાં ફરી એકવાર મનરેગા ગ્રાન્ટની શંકાસ્પદ અને ચોંકાવનારી વિગતો પ્રકાશમાં લાવવામાં આવી છે. સ્થાનિક અરજદારે તાજેતરમાં આવેલી કરોડોની ગ્રાન્ટ મામલે ધોરણસરની વિગતો માંગી હતી, જોકે સમય મર્યાદા છતાં વિગતો નહિ મળતાં ચોંકી ગયા હતા. આ દરમ્યાન અરજદારે આંતરિક સૂત્રોને પૂછતાં આશ્ચર્યજનક જવાબ સાંભળી ચોંકી ગયા હતા. અરજદારે જાણીને જણાવ્યું કે, બીલો સહિતનુ રેકર્ડ નથી એટલે માહિતી ક્યાંથી આપશે, એટલે હવે જિલ્લામાં અપીલ કરવામાં આવશે. પરિસ્થિતિ એવી બની છે કે, જો ગ્રાન્ટ આવી અને ગ્રાન્ટનો ખર્ચ કે ફાળવણી કે ચૂકવણું નિયમોનુસાર થયું છે તો રેકર્ડ કેમ જાહેર થતું નથી? એ સૌથી મોટો સવાલ છે. આ દોડધામ વચ્ચે અરજદાર સુભાષ પારગીએ ફતેપુરા તાલુકા પંચાયતના સત્તાધીશો ઉપર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. જાણીએ સમગ્ર અહેવાલ......


દાહોદ જિલ્લાના રાજકીય તાકાતવર ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મનરેગાનુ રાજકીય, સામાજીક, વહીવટી અને નાણાંકીય બજાર ગરમાયું છે. ગત દિવસોમાં આવેલી મનરેગાની ગ્રાન્ટ લગભગ દરેક તાલુકામાં અલગ અલગ એમાઉન્ટમાં ગઈ હતી. આ દરમ્યાન ફતેપુરા તાલુકામાં આવેલી ગ્રાન્ટ અને હકીકતલક્ષી ગ્રાન્ટ મામલે આંકડા અલગ છે. જોકે મનરેગાની કરોડોની ગ્રાન્ટ ફાળવણી બાબતે આડેધડ થયાના આક્ષેપ સાથે સ્થાનિક કોંગી આગેવાન અને આદિવાસી સમાજના જાગૃત સુભાષ પારગીએ ફતેપુરા તાલુકા પંચાયતને પત્ર આપ્યો હતો. જેમાં નિયમોનુસાર માહિતી માંગી હતી પરંતુ સમય મર્યાદા પૂર્ણ થવા છતાં રેકર્ડ નહિ મળતાં સુભાષ પારગીએ આંતરિક તપાસ કરાવી કે, કેમ માહિતીમાં છૂપાછૂપી થાય છે? આ બાબતે વિગતો પૂરતી નહિ હોવાથી ટાળવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. આથી તાત્કાલિક અસરથી સુભાષ પારગીએ દાહોદ જિલ્લા પંચાયત સમક્ષ અપીલમાં જવા દોડધામ કરી છે. આ તરફ સમગ્ર મામલે ફતેપુરા ટીડીઓનો પક્ષ જાણવા પ્રયાસ કરતાં સ્થાનિક પત્રકાર મારફતે ફોન કરાવી ઈરાદાપૂર્વકની કોશિશ કરી હતી.


સૂત્રોએ જણાવ્યું હતું કે, 
ફતેપુરા તાલુકામાં રાજકીય દબદબો ચરમસીમાએ છે. જેમાં મનરેગાને મટીરીયલ આપતી એજન્સી આડકતરી રીતે રાજકીય આગેવાનો સાથે સંકળાયેલી છે. આ એજન્સીને કોઈપણ જાતની રોકટોક વિના અને તમામ બીલો જોયા સમજ્યા વિના મંજૂર કરી કરોડોની ગ્રાન્ટ આપી દીધી હોવાનો આક્ષેપ સુભાષ પારગીએ કર્યો છે. આથી રાજકીય આકાઓના આશીર્વાદ ધરાવતી એજન્સીને મસમોટી ગ્રાન્ટ મામલે શંકાસ્પદ જણાતાં નાણાંકીય, સામાજિક અને રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે.