ગંભીર@પાટણ: કલેક્ટરેટમાં ત્રાટકી એસીબી, જમીન માપણી સામે ખેડૂત પાસેથી પૈસા લેતાં સર્વેયર પકડાયા

કચેરીના સર્વેયરે 7 હજારની લાંચની માંગણી કરી હતી. 
 
ગંભીર@પાટણ: કલેક્ટરેટમાં ત્રાટકી એસીબી, જમીન માપણી સામે ખેડૂત પાસેથી પૈસા લેતાં સર્વેયર પકડાયા

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ


પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એસીબીની કડક કાર્યવાહી છતાં લાંચિયા કર્મચારીઓને કાયદાનો ડર ના હોય તેવી પરિસ્થિતિ બની છે. નાયબ મામલતદાર બાદ ફરી એકવાર એસીબી પાટણ કલેક્ટર કચેરીમાં ત્રાટકી અને સર્વેયરને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા છે. જમીન માપણી કરાવવા ખેડૂતે મોજણી નિરીક્ષકની કચેરીનો સંપર્ક કર્યો હતો. આ કચેરીના સર્વેયરે 7 હજારની લાંચની માંગણી કરી હતી. આથી ખેડૂતે એસીબીએ ફરિયાદ કરતાં છટકામાં સર્વેયર આબાદ ઝડપાઇ ગયા છે.

ગંભીર@પાટણ: કલેક્ટરેટમાં ત્રાટકી એસીબી, જમીન માપણી સામે ખેડૂત પાસેથી પૈસા લેતાં સર્વેયર પકડાયા


આજે અચાનક પાટણ જિલ્લા સેવા સદનમાં એસીબી પોલીસે રેઇડ કરી અહિંની જમીન મોજણી નિરીક્ષકની કચેરીના કર્મચારીને ઝડપી લીધા છે. ઘટના મુજબ પાટણ જિલ્લાના એક ખેડૂતે જમીનની માપણી કરાવી માંપણી સીટ મેળવવા જિલ્લા નિરિક્ષક જમીન દફતરની કચેરીને ઓનલાઈન અરજી કરી હતી. જેના અનુંસંઘાને કચેરીમાં સિનિયર સર્વેયર જયંતિભાઇ વિરસિંગભાઇ પટેલને આ ખેડૂત મળ્યા હતા. આ દરમ્યાન સિનિયર સર્વેયર જયંતિભાઇ પટેલે જમીનની માંપણી કરી આપવા ખેડૂત પાસે લાંચ પેટે રૂપિયા સાત હજારની માંગણી કરી હતી. જોકે આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોવાથી ખેડૂતે પાટણ એસીબીને ફરીયાદ આપી હતી. આથી એસીબીએ ફરીયાદ આધારે આજે લાંચના છટકાનુ આયોજન કરી હેતુલક્ષી વાતચીત આધારે આરોપી સર્વેયર જયંતિભાઇ પટેલને રૂા.૭,૦૦૦ની લાંચની માંગણી કરી નાણાં સ્વીકારતાં સ્થળ ઉપરથી પકડી લીધા હતા.


સૂત્રોએ જણાવ્યું હતું કે, સરેરાશ 55 વર્ષના સિનિયર સર્વેયર જયંતિભાઇ પટેલને પાટણ કલેક્ટર કચેરીમાં લાંચના નાણાં લેતાં રંગેહાથ ઝડપી લીધા હોવાનું આખા સેવા સદનમાં ફેલાઇ જતાં ચકચાર મચી જવા પામી છે. આરોપીને પકડી એસીબીએ ગુના બદલ  ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપમાં ટ્રેપીંગ અધિકારી તરીકે પીઆઇ એમ.જે.ચૌધરી હતા અને સુપરવીઝન અધિકારી તરીકે કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક,  એ.સી.બી. બોર્ડર એકમ ભુજ હતા.