દુર્ઘટના@વડોદરા: ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પલ્ટી ખાઈ જતા અકસ્માત
ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પલ્ટી
Jul 20, 2024, 10:29 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. વડોદરા શહેરના ડભોઇ રોડ ખાતે ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો.
જેમાં ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકે એક સ્કૂટર પણ અડફેટે લીધું હતું. જો કે, અકસ્માતમાં સ્કૂટર ચાલક યુવતી માંડ-માંડ બચી હતી અને રોડ ઉપર પાણી અને ડીઝલની રેલમછેલ થઈ ગઈ હતી. ગાજરાવાડીથી ટેન્કરનો ડ્રાઇવર અને સબ ઓફિસર બંને સાથે નીકળ્યા હતા.
આ સમયે ડભોઇ રોડ સ્થિત ગણેશનગર પાસે ટર્ન લેતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ટેન્કર પલટી ખાઈ જતી દેખાય છે અને ટેન્કરમાં ચાલક ટેન્કરમાંથી બહાર આવતો પણ દેખાય છે.