ટેક@મોબાઈલ: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ડાઉન

ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ શું કહ્યું
 
ટેક@મોબાઈલ: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ડાઉન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મેટાની ઘણી મેટા સેવાઓ થોડા સમય માટે ડાઉન થઇ ગઇ હતી. લગભગ એક કલાક સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કામ કરી રહ્યા ન હતા. ઘણા યુઝર્સના ફેસબુક એકાઉન્ટ જાતે જ લોગ આઉટ થઇ ગયા હતા. જ્યારે ઇન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સ કામ કરી રહ્યા ન હતા. જોકે લગભગ એક કલાક પછી આ ફેસબુક અને ઇન્સ્ટાની સર્વિસ ચાલુ થઇ ગઇ છે.

Downdetector ના મતે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.10 વાગ્યે મેટાની સેવાઓ પ્રભાવિત થઇ હતી. મોબાઇલ એપ્સ સહિતની વેબ સેવાઓ પણ એક્સેસ થઇ રહી ન હતી. ફેસબુક એપ પણ કામ કરી રહી ન હતી. ઘણા યૂઝર્સ માટે ઈન્સ્ટાગ્રામના કોમેન્ટ સેક્શન કામ કરી રહ્યા ન હતા. એટલા માટે ઘણા યૂઝર્સ એપને એક્સેસ કરી શકતા ન હતા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ડાઉન રહી હતી.

ફેસબુકની પેરન્ટ કંપની મેટા તરફથી એક નિવેદન આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે અમને ખબર છે કે લોકોને Facebook સેવાઓ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.

અહેવાલ મુજબ આઉટેજને કારણે વિવિધ પ્રકારના વ્યવસાયો અને પ્રકાશકોને અસર થઈ છે જેઓ માર્કેટિંગ અને વિવિધ આઉટરીચ પ્રવૃત્તિઓ માટે Facebook પર આધાર રાખતા હતા. હેશટેગ “#FacebookDown” X પર ટ્રેન્ડ કરી રહ્યો હતો, જેમાં હજારો યુઝર્સ મીમ્સ શેર કરી રહ્યા છે. યુઝર્સ એક્સ પર મેટાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવતી મુશ્કેલીઓ વિશે સતત માહિતી શેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે એક તરફ જ્યાં લોકો ફેસબુકના ઉપયોગની ફરિયાદ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ લોકો જબરદસ્ત મીમ્સ પણ શેર કરી રહ્યા છે.

આ સમય દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સ મેટાના માલિક માર્ક ઝુકરબર્ગ ઉપર પણ કટાક્ષ કરી રહ્યા છે. આ દરમિયાન યુઝર્સ માર્ક ઝુકરબર્ગના ભારત આવવા અંગે પણ કોમેન્ટ કરી રહ્યા છે.