ટેક@મોબાઈલ: એક જ વોટ્સએપ એકાઉન્ટ 2 ફોનમાં ચાલશે, જાણો આ રીત

મેઇન ડિવાઇઝ પર વોટ્સએપ ખોલવાનું રહેશે. 
 
ટેક@મોબાઈલ: એક જ વોટ્સએપ અકાઉન્ટ 2 ફોનમાં ચાલશે, જાણો આ રીત

અટલ  સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વોટ્સએપ સતત તેના પ્લેટફોર્મ માટે નવા નવા ફીચર્સમાં ઉમેરો કરે છે. વર્ષ 2023માં કંપનીએ વોટ્સએપમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે.જેમાંથી એક મલ્ટિ-ડિવાઈસ સપોર્ટ છે. વોટ્સએપ એપ્લિકેશનમાં હવે કમ્પેનિયન મોડ ફીચર ઉમેરવામાં આવ્યું છે. જેની મદદથી હવે બે કે તેથી વધુ ડિવાઇસ પર એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમારે વોટ્સએપનું એક ફીચર વાપરવું પડશે.

સૌ પ્રથમ તમારે જેના પર તમે તમારું એકાઉન્ટ વાપરવા માંગો છો, તેમાં WhatsApp ડાઉનલોડ કરવાનું રહેશે, તમે એકાઉન્ટ સેટઅપ માટે આગળ વધો છો, ત્યારે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવુ પડશે. જેવુ તમે એકાઉન્ટ બનાવવા માટે નંબર દાખલ કરવાના વિકલ્પ પર પહોંચશો,ત્યાં ઉપર જમણી બાજુ ખુણામાં ત્રણ ડોટ દેખાશે. અહીં ક્લિક કરવાથી તમને કમ્પેનિયન મોડનો વિકલ્પ મળશે. તમારે તેના પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારે મેઇન ડિવાઇઝ પર વોટ્સએપ ખોલવાનું રહેશે. અહીં તમારે Linked Devices ના વિકલ્પ પર જવું પડશે.અહીં તમારી સ્ક્રીન પર કેમેરા ખુલશે. તમારે બીજા ફોન પર દેખાતો QR કોડ સ્કેન કરવો પડશે. કોડ સ્કેન કરતાની સાથે જ તમારા બીજા ફોન પર તે જ અકાઉન્ટ ખુલી જશે.તેના પર તમને તમામ ચેટ્સ, કૉલ્સ અને સ્ટેટસ મળે છે.

તમને આ કમ્પેનિયન મોડમાં કેટલીક સુવિધાઓ મળશે નહીં. તમે આ ફોન પર સ્ટેટસ જોઈ શકો છો, પરંતુ તેને અપડેટ કરી શકશો નહીં.