ટેક@મોબાઈલ: ટૂંક સમયમાં જ વોટ્સએપ પર જાહેરાતો જોવી પડી શકે, વધુ માહિતી મેળવો

ક્યાં દેખાઈ શકે છે જાહેરાત

 
ટેક@મોબાઈલ: ટૂંક સમયમાં જ વોટ્સએપ પર જાહેરાતો જોવી પડી શકે, વધુ માહિતી મેળવો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલના સમયમાં વોટ્સએપ એ એવું મધ્યમ છે જેના દ્વારા નાનાથી નાનો માણસ દુનિયાના કોઈ પણ ખૂણા સુધી પોતાની વાત ડૉક્યુમેન્ટ કે કોઈ પણ ફાઇલ મોકલી શકે છે. જોકે હવે વોટ્સએપ દ્વારા નવું અપડેટ આપવામાં આવશે તેવું સામે આવ્યું છે. ટૂંક સમયમાં જ તમામ યુઝર્સને વોટ્સએપ પર જાહેરાતો દેખાશે. કંપનીના વડાએ આ સમગ્ર બાબતે કેટલાક સંકેત આપ્યો છે અને ટૂંક સમયમાં અમે આ પ્લેટફોર્મ પર જાહેરાતો ની કામગીરી શરૂ કરીશું તેવું જણાવ્યુ છે.

જ્યારથી મેટાએ તેને ખરીદ્યું ત્યારથી વોટ્સએપ જાહેરાતો ચર્ચામાં છે. મેટાએ આ પ્લેટફોર્મ 2014માં $19 બિલિયનમાં ખરીદ્યું હતું. વ્હોટ્સએપની શરૂઆત બ્રાયન એક્ટન અને જાન કૌમે કરી હતી. તેનો હેતુ કોઈ જાહેરાતો, કોઈ રમતો, કોઈ ખેલ ન હતો. તાજેતરમાં મેટાના વોટ્સએપ હેડ વિલ કેથકાર્ટે એક ઈન્ટરવ્યુમાં આ માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે બ્રાઝિલ વોટ્સએપનું ત્રીજું સૌથી મોટું બજાર છે, જે ભારત અને ઈન્ડોનેશિયા પછી આવે છે. વોટ્સએપના ઓડિયો મેસેજ અને ડિસપિયર  મેસેજ ફીચર્સનો સૌથી વધુ ઉપયોગ બ્રાઝિલમાં થાય છે. જો કે વોટ્સએપના એક્ઝિક્યુટિવ બ્રાઝિલના માર્કેટ વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ તેની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી શકે છે.

જ્યારે વિલ કેથકાર્ટને પૂછવામાં આવ્યું કે શું વપરાશકર્તાઓએ વોટ્સએપ પર જાહેરાતો જોવા મળશે, તો તેણે કહ્યું કે વપરાશકર્તાઓ ચેટ અને ઇનબોક્સમાં જાહેરાતો દેખાશે નહીં. કારણ કે કોઈ પણ વોટ્સએપ યુઝર પોતાનું ઇનબોક્સ ખોલતાની સાથે જ જાહેરાતો જોવાનું પસંદ કરશે નહીં.

ક્યાં દેખાઈ શકે છે જાહેરાત

જો કે, કેથકાર્ટે એમ પણ કહ્યું કે આનો અર્થ એ નથી કે પ્લેટફોર્મ પર કોઈ જાહેરાતો દેખાશે નહીં. જો રિપોર્ટનું માનીએ તો એક્ઝિક્યુટિવે કહ્યું કે આગામી દિવસોમાં જાહેર ચેનલો અને વોટ્સએપ સ્ટેટસ પર જાહેરાતો જોઈ શકાશે. 

આ ઉપરાંત, કંપની આવક પેદા કરવા માટે અન્ય વિકલ્પો પણ શોધી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે વોટ્સએપ જાહેરાતોની ચર્ચા થઈ રહી હોય. થોડા દિવસો પહેલા પણ આવો જ એક રિપોર્ટ આવ્યો હતો, જેને વિલ કેથકાર્ટે પોતે ખોટો જાહેર કર્યો હતો. વાસ્તવમાં, મેટા માત્ર જાહેરાતોથી જ કમાણી કરે છે અને WhatsApp તેની સૌથી મોટી સંપત્તિઓમાંની એક છે.

આવી સ્થિતિમાં, વારંવાર એવા અહેવાલો આવી રહ્યા છે કે WhatsApp તેના પ્લેટફોર્મ પર જાહેરાતો બતાવવાનું શરૂ કરી શકે છે. વર્ષ 2019 માં, એવી ચર્ચા થઈ રહી હતી કે કંપની WhatsApp સ્ટેટસ અને Instagram જેવી અન્ય જગ્યાઓ પર જાહેરાતો બતાવવાનું શરૂ કરી શકે છે.