ટેક@મોબાઈલ: વોટ્સએપ પોતાના એપમાં એઆઈ ચેટબોટને સપોર્ટ આપવા જઈ રહ્યું છે,જાણો વિગતે

નવા અપડેટને એન્ડ્રોયડના બીટા વર્ઝન 2.23.24.26 પર જોઈ શકાય
 
ટેક@મોબાઈલ: વોટ્સએપ પોતાના એપમાં એઆઈ ચેટબોટને સપોર્ટ આપવા જઈ રહ્યું છે,જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દુનિયામાં બદલાતા સમય સાથે આર્ટિફિશિયલ ઈન્ટરલિજેન્સનો ઉપયોગ વધી રહ્યો છે. તેવામાં મલ્ટીમીડિયા મેસેજિંગ એપ વોટ્સએપ પણ આર્ટિફિશિયલ ઈન્ટરલિજેન્સનો ફાયદો ઉઠાવવા તૈયાર છે. વોટ્સએપ પોતાના એપમાં એઆઈ ચેટબોટને સપોર્ટ આપવા જઈ રહ્યું છે. તેની ટેસ્ટિંગ બીટા વર્ઝન પર થઈ રહી છે. એક બીટા યુઝરે તેનો સ્ક્રીનશોટ પણ શેયર કર્યો છે.

રિપોર્ટ અનુસાર, વોટ્સએપનું આ નવું અપડેટ હાલમાં અમેરિકામાં બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. નવા અપડેટને એન્ડ્રોયડના બીટા વર્ઝન 2.23.24.26 પર જોઈ શકાય છે. બીટા યૂઝર્સને એક વ્હાઈટ બટન જોવા મળી રહ્યું છે, જેમાં મલ્ટીકલર રિંગ પણ છે.

આ પહેલા સાત સપ્ટેમ્બરે મેટાએ કહ્યું હતુ કે તે વોટ્સએપ, ઈન્ટસ્ટાગ્રામ અને મેસેન્જરમાં એઆઈને સપોર્ટ આપવામાં આવશે. આ એઆઈ મેટાનું જ હશે. મેટાના લાર્જ લેગ્વેઝ મોડલનું નામ Llama 2 છે. આ યુઝર્સને સવાલોના રિયલ ટાઈમ જવાબ આપી શકે છે. વેબ સર્ચ માટે તેને માઈક્રોસોફ્ટ બિન્જનો સપોર્ટ પ્રાપ્ત થશે.

વોટ્સએપના આ એઆઈની મદદથી યુઝર્સ ટેક્સ્ટ પ્રોમ્પ્ટથી ઈમેજ બનાવી શકશે. તેની સાથે જ એઆઈના અવતારનો પણ સપોર્ટ રહેશે. વોટ્સએપના એક અન્ય એન્ડ્રોયડ બીટા 2.23.25.3 વર્ઝન પર આ નવા ફીચરની ટેસ્ટિંગ થઈ રહી છે. ત્યારબાદ વોટ્સએપ પર પણ વ્યૂ ઓલ સ્ટેટસ ફીચર આવશે. આ લિસ્ટમાં ચેનલવાળા એકાઉન્ટ પર પણ સ્ટેટસ દેખાશે. આ એકદમ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ જેવું છે.

સપ્ટેમ્બર 2023માં મેટાએ પોતાના નવા ચેટજીટીપી જેવા એઆઈ ચેટબોટની જાણકારી આપી હતી. આ ચેટબોટ યુઝર્સના દરેક કામ જેવા કે ટ્રિપ પ્લાન કરવાથી લઈને જરુરી સવાલોના જવાબ આપવા સુધીના દરેક કામ. કંપનીના આ ચેટબોટ માટે માઈક્રોશોફ્ટે બિંગ ચેટ સાથે પાર્ટનરશિપનું એલાન કર્યું છે. તેની મદદથી તે ચેટબોટના રિયલ-ટાઈમ વેબ રિઝલ્ટ ઓફર કરે છે.

ટેક્સ ટૂ ઈમેજ જનરેટર્સ જેવા કે મીડજર્ની અને બિંગ ઈમેજ ક્રિએટરની જેમ જ વોટ્સએપમાં આ નવા એઆઈ આસિસ્ટેન્ટથી પણ રિયલ જેવી દેખાતી ઈમેજ સ્ક્રેચથી યૂઝર ક્રિએટ કરી શકાશે. તેના માટે યુઝર્સ ફ્રીમાં /imgaine કમાન્ડનો ઉપયોગ કરી શકે છે.