ટેકનોલોજી@મોબાઇલ: વોટ્સએપ શેડ્યૂલ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ

હવે મેસેજ તમારા ટાઈમે જશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈમેઈલમાં વર્ષોથી મળતી સુવિધા હવે વોટ્સએપમાં પણ આવી ગઈ છે. વોટ્સએપે મેસેજ શેડ્યૂલ કરવાનું નવું ફીચર રોલઆઉટ કર્યું છે. હવે તમે મેસેજ અત્યારે લખીને, તેને કયા દિવસે અને કયા સમયે મોકલવો છે તે અગાઉથી નક્કી કરી શકશો.

પ્રાઇવેટ અને ગ્રુપ ચેટ બંનેમાં ચાલશે

આ સુવિધા ફક્ત એક વ્યક્તિને મોકલાતા મેસેજ માટે જ નહીં, પરંતુ પ્રાઇવેટ અને ગ્રુપ ચેટ બંનેમાં કામ કરશે. તેની મદદથી 10 મિનિટથી લઈને 14 દિવસ સુધીની આગળની તારીખ માટે કોઈપણ મેસેજ શેડ્યૂલ કરી શકાશે.

ફોટો અને વીડિયો પણ શેડ્યૂલ થશે

આ ફીચર માત્ર ટેક્સ્ટ સુધી મર્યાદિત નથી. તેમાં ફોટો અને વીડિયો પણ શેડ્યૂલ કરી શકાશે. કોઈ પ્રાઇવેટ ચેટમાં ફોટો સાથે જન્મદિવસની શુભેચ્છા શેડ્યૂલ કરી શકો છો, અથવા ગ્રુપ ચેટમાં કોઈ વીડિયોને પછીથી મોકલવા માટે સેટ કરી શકો છો. મેસેજ ડિલિવર થયા પછી સામેની વ્યક્તિને તે સામાન્ય વોટ્સએપ મેસેજ જેવો જ દેખાશે.

રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી?

માની લો કે તમને મોડી રાત્રે યાદ આવે છે કે આવતીકાલે સવારે કોઈને પરીક્ષા માટે 'ઓલ ધ બેસ્ટ' કહેવાનું છે, તો તમે મેસેજ હમણાં લખીને સવાર માટે સેટ કરી શકો છો. એ જ રીતે, કોઈ મિત્રને તેના સમય ઝોન મુજબ બરાબર રાત્રે 12 વાગ્યે જન્મદિવસની શુભેચ્છા મળે, અથવા કોઈ ગ્રુપને કાર્યક્રમ પહેલા રિમાઇન્ડર મોકલવો હોય તો આ કામ સરળતાથી થઈ જશે.ફોન બંધ હોય તો પણ મેસેજ પહોંચશેવોટ્સએપ મુજબ, જો તમારો ફોન સ્વિચ ઓફ હોય અથવા તેની બેટરી ખતમ થઈ ગઈ હોય, તો પણ શેડ્યૂલ કરેલો મેસેજ નક્કી કરેલા સમયે ડિલિવર થઈ જશે.

શું મેસેજ સુરક્ષિત રહેશે?

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે શેડ્યૂલ કરેલા મેસેજ પણ વોટ્સએપના અન્ય મેસેજની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. કંપનીનું કહેવું છે કે તે શેડ્યૂલ કરેલા મેસેજનું કન્ટેન્ટ વાંચી શકતી નથી.

શેડ્યૂલ કરેલો મેસેજ રદ કરી શકાય?

હા. વોટ્સએપ તમને શેડ્યૂલ કરેલા મેસેજની યાદી જોવા દે છે, અને મોકલતા પહેલા તેમને ડિલીટ કરી શકાય છે. જો ગ્રુપ માટે રિમાઇન્ડર શેડ્યૂલ કર્યો હોય અને પછીથી પ્લાન બદલાઈ જાય, તો નક્કી કરેલા સમય પહેલા તે મેસેજને દૂર કરી શકાય છે.

શેડ્યૂલ કરવાની રીત ચેટ ખોલો અને મેસેજ લખો.

સેન્ડ બટનને પ્રેસ એન્ડ હોલ્ડ કરો.

10 મિનિટથી 14 દિવસની વચ્ચે તારીખ અને સમય પસંદ કરો.

નક્કી કરેલા સમયે આપોઆપ મેસેજ સેન્ડ થઈ જશે.