ઘટના@સુરત: કન્સ્ટ્રક્શન સાઇટનાં 4 માળેથી નીચે પટકાતા કિશોરનું મોત

પરિવાર મૃતદેહ લઈ CP કચેરીએ પહોંચ્યો

 
ઘટના@સુરત: કન્સ્ટ્રક્શન સાઇટનાં 4 માળેથી નીચે પટકાતા કિશોર ઘટનાસ્થળે જ મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. કન્સ્ટ્રક્શન સાઇટનાં 4 માળેથી નીચે પટકાતા કિશોર ઘટનાસ્થળે જ મોત. સુરતના સિંગણપોરમાં કન્સટ્રક્શન સાઈટ પર 15 વર્ષીય કિશોર ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહિ પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે. સાઈટ પર બિલ્ડરની બેદરકારી પણ હોય શકે જેની તટસ્થ તપાસ થવી જોઈએ. જેના કારણે કિશોરનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને પરિવારના સભ્યો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સીપી ઓફિસ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટે પ્રયાસો કરવા લાગ્યા હતા.


અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોર હરીદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર અગાઉ છુટક કામ કરવા માટે આવતો હતો. હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઈટ પર કામ બંધ હતું. દરમિયાન ચિરાગ સાઈટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.


ચિરાગના મોતને લઇ પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા છે. ચિરાગને સેફ્ટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ પણ લગાવ્યા છે. ચિરાગને ખાનગી હોસ્પિટલ બાદ સ્મિમેર હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયુ હોવાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે. આ બાબતે પોલીસ ફરિયાદ નહિ લેતી હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું કહી મોડીરાત્રે મામલો થાળે પાડ્યો હતો.


બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જો કે, પરિવારને આશંકા છે કે, આ અકસ્માત નહિ જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માગણી કરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા.