ગુનો@મોરબી: પાલિકા કચેરીમાં એસીબીની ટીમે સફળ રેડ કરીને હાલમાં લાંચ લેતા કલાર્કને રંગે હાથે ઝડપી લીધેલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર લાંચના કેસના બનાવ ખુબજ વધી ગયા છે. મોરબી જિલ્લાની મોટાભાગની કચેરીઓમાં લાંચ લીધા વગર અરજદારોના કામ કરવામાં આવતા નથી તે નિર્વિવાદિત વાત છે તેવામાં મોરબી પાલિકા કચેરીમાં એસીબીની ટીમે સફળ રેડ કરીને હાલમાં લાંચ લેતા કલાર્કને રંગે હાથે ઝડપી લીધેલ છે અને લગ્ન નોંધણી વિભાગના કલાર્ક દ્વારા અરજદાર પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી અને તે રકમ લેતાની સાથે એસીબીની ટીમે તેની ધરપકડ કરેલ છે અને હાલમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ વિગતો મોરબી નગર પાલિકામાં બહારના જિલ્લાની એસીબીની ટિમ આવી હતી અને લગ્ન નોંધણી વિભાગમાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું ત્યારે લગ્ન નોંધણી માટે આવેલ અરજદાર પાસેથી પાલિકાના કલાર્ક મહેન્દ્રભાઇ ખાખીએ 4000 રૂપિયાની લાંચ માંગી હતી.
જે લાંચની રકમ તેના દ્વારા સ્વીકારવામાં આવતાની સાથે જ એસીબીની ટીમે ત્યાં કચેરીમાં આવીને અધિકારીને દબોચી લીધા હતા અને લાંચ લેતા રંગે હાથ પકડાયેલા કલાર્કને પકડીને એસીબીની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેથી કરીને પાલિકા કચેરીમાં સોપો પડી ગયો હતો અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાની મોટાભાગની કચેરીઓમાં અરજદારોના કામ લાંચ લીધા વગર કરવામાં આવતા જ નથી ત્યારે એસીબીની ટીમે દ્વારા વર્ષમાં એક નહીં મહિને એક સફળ રેડ કરવામાં આવે તો જ મોરબી જીલ્લામાં લાંચ લેવાની સિસ્ટમ બની ગયેલ છે તેને બ્રેક લાગી શકે તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.