દુર્ઘટના@મોરબી: વડી ચોકડી પાસે રફતારની ગતિમાં આવતા ટ્રકે ચાર વાછરડાઓને અડફેટે લીધા

 ત્રણ વાછરડાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા
 
દુઘટના@મોરબી: વડી ચોકડી પાસે રફતારની ગતિમાં આવતા ટ્રકે ચાર વાછરડાઓને અડફેટે લીધા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં દરોજ કોઈને-કોઈ જગ્યાએ દુર્ઘટના બનતી હોય છે.સાધન ચલાવનારની લાપરવાહીના કારણે અકસ્માત સર્જાતો હોય છે.લોકો દારૂ,બિયર જેવા પીણા પીને વાહન ચલાવે એટલે એમને ચડેલા નાસાના કારણે સાધન બેકાબુ થાય છે,અને દુર્ઘટના બનતી હોય છે.વાહન ચલાવનારની બેદરકારીના કારણે કેટલાક માસુમ પોતાનો જીવ ગુમાવી બેસે છે.મોરબીમાં ભયાનક દુર્ઘટના બની છે,જેમાં  ત્રણ વાછરડાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થાય છે.જ્યારે એક વાછરડું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.જેમાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન દિલ્હી ગુજરાત રાજ્યના સંગઠન મંત્રી તરીકે કાર્યરત કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તારીખ ૧૪/૦૮/૨૦૨૩ના રોજ બપોરના સમયે કમલેશભાઈને એક ગૌરક્ષક દ્વારા જાણ કરવામાં આવી હતી કે, વાવડી ચોકડી ખાતે ચાર વાછરડાઓ અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત થયા છે.

જેથી કમલેશભાઈ સત્વરે વાવડી ચોકડી ખાતે રોડ ઉપર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, રાજકોટ થી કચ્છ તરફ આવતો એક ટ્રક રજીસ્ટર નંબર જીજે ૧૨ બી ડબલ્યુ ૪૫૦૯ બેફામ ગતિએ આવી રહ્યો હતો અને ટ્રક ચાલક દ્વારા બેદરકારી પૂર્વક વાહન હંકારવામાં આવી રહ્યું હતું.એ સમયે વાવડી ચોકડી પરથી ચાર વાછરડાઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે રફતારની ગતિમાં ટ્રક ચાલકે ચારેય વાછરડાઓને ટક્કર મારી હતી. જેને પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વાછરડાઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે એક વાછરડાને પગમાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેને પગલે ગૌરક્ષકોની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત વાછરડાને યદુનંદન ગૌશાળા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યું હતું. આ ચારેય વાછરડાના માલિક કોણ છે. તેની જાણ કમલેશભાઈને હજુ સુધી થઈ નથી. આ વાછરડાઓ ની કિંમત આશરે રૂ. ૨૦ હજાર ગણી શકાય તેવું તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત અંગેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ માવજીભાઈ ઝાપડિયા ચલાવી રહ્યા છે.