દુર્ઘટના@પાટણ: કારે અચાનક પલટી મારી અને આગ ફાટી નીકળી, ચાલક ભડથું
કારમાં આગ લાગતાં ચાલક ભડથું
Updated: Jul 18, 2024, 09:54 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતી હોય છે. પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી રોડ પર મઢુત્રા ગામનો યુવક અલ્ટો કાર લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે જ હાઈવે પર અચાનક કારે પલટી ખાધી હતી.
ગણતરીની સેકન્ડોમાં જ કારમાં આગ ફાટી નીકળી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે ચાલકે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોવા છતાં નીકળી શક્યો નહિ અને અંદર જ ભડથું થઈ ગયો હતો.
અકસ્માતના પગલે રસ્તા પર થોડીવાર માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.