દુર્ઘટના@અમરેલી: કાર અડફેટે આવી જતા 3 ગાયોના મોત નીપજ્યા, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતોનાં બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ટીંબી ગામ પાસે રસ્તા પર આવી ગયેલા પશુઓના ટોળાના કારણે કાર સાથે અકસ્માત સર્જાતા ત્રણ ગાયના મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.
અમરેલી જિલ્લામાં જાહેર માર્ગો ઉપર રેઢિયાર પશુઓના રીતસર અડિંગો જોવા મળે છે.જેના કારણે અવાર નવાર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. વાહન ચાલકોને પશુઓ સાથે અકસ્માતના બનાવો વધી રહ્યા છે આજે વધુ એક ઘટના સામે આવી છે. રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ નજીક કાર ચાલક આવતા બાજુના ખેતર માંથી પશુનું ટોળું હાઇવે ઉપર ઓચિંતા આવી જતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો અને કારમાં સવાર 3 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં 3 ગાયોના મોત નિપજ્યા છે ઘટનાની જાણ થતા નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે દોડી પશુ અંગે તપાસ હાથ ધરતા આ રેઢિયાર પશુઓ હોવાની માહિતી મળી રહી છે.
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રેઢિયાર ઓ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામથી રાજુલા તાલુકાના હિંડોરણા, છતડિયા,વિકટર અને દાતરડી સુધી પશુઓ રસ્તા વચ્ચે વધુ જોવા મળી રહ્યા છે.