રીપોર્ટ@વડોદરા: તરસાલી ગામે વૃદ્ધાની હત્યા કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો
પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી
Oct 17, 2023, 18:27 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તરસાલી ગામે વૃદ્ધાની હત્યા કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. જેમાં કોઈ બીજુ નહીં પરંતુ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. પોલીસ તપાસમાં મૃતકના ભાણીયા નયન અમીને જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ મિલકત અને નાણાંને લઈને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
આરોપીએ પરિવારના અન્ય સભ્યની મદદ લઈ વૃદ્ધાની હત્યા કરી હતી. જેની પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી છે. હાલ પોલીસે બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મૃતક વૃદ્ધા અમીન ખડકીમાં રહેતા હતા, તેમનું નામ સુલોચના અમીન હોવાનું સામે આવ્યું છે. હત્યા અંગે મકરપુરા પોલીસને જાણ થતા જ તે સ્થળ પર પહોંચી હતી. સાથે જ FSLની ટીમે પણ તપાસ હાથ ધરી હતી. જે પછી ઘરનો જ વ્યક્તિ હત્યારો હોવાનું સામે આવ્યુ છે.