બનાવ@વડોદરા: કુવામાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ભારે ચકચાર મચી

પી.એમ. માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતના બનાવો સામે આવતા હોય છે. પાદરા તાલુકાના મજાતણ ગામે કુવામાંથી  અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ભારે ચકચાર મચી.

કુવામાં લાશ દેખાતા મજાતણ ગ્રામજનો દ્વારા વડુ પોલીસ સ્ટેશનમાં તેમજ વડોદરા ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમ અને વડુ પોલીસ સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. કુવામાં પડેલ લાશ ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી પી.એમ. માટે તજવીજ કરવામાં આવી હતી.

પાદરાના મજાતણ ગામે આશરે ૫૦ ફૂટ ઊંડા કૂવામાં પાણીની અંદર એક યુવકનો મૃતદેહ નજરે પડતા ગ્રામજનોએ પોલીસ ને જાણ કરી હતી ફાયર બ્રિગેડ દ્વારા કૂવામાં ઉતરીને કામગીરી કરવામાં આવી હતી. લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. મૃતકની વડુ પોલીસ દ્વારા ઓળખ કરવા સહીત પી.એમ. માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જોકે મૃતક કોણ છે તેની હજી સુધી ભાળ મળી ના હતી.