ઘટના@સુરત: ખાડામાં પડી ગયેલા યુવકનો 72 કલાક બાદ મૃતદેહ મળ્યો
યુવકનો 72 કલાક બાદ મૃતદેહ મળ્યો
Updated: Jul 27, 2024, 19:23 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતના ગોડાદરામાં ખાડામાં પડી ગયેલા યુવકનો 72 કલાક બાદ મૃતદેહ મળ્યો છે.
દીપેશ મિશ્રા બાંધકામ સાઈટના બેઝમેન્ટમાં સળિયામાં ફસાઈ ગયો હતો. સ્કૂબા ડાઈવરોની ટીમે ખાસ ટેક્નિકથી લાશ બહાર કાઢી છે.