ગુનો@ગુજરાત: તસ્કરો 2.44 લાખનો પિત્તળનો સામાન ચોરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના ગુનાઓ સામે આવતા હોય છે. જામનગર તાલુકાના મોરકંડા ગામે રહેતા અને જીઆઇડીસીમાં બ્રાસનું કારખાનું ધરાવતા વેપારીના કારખાનામાં ચોરી થયાની ઘટના સામે આવી છે. તસ્કરો 2.44 લાખનો પિત્તળનો સામાન ચોરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યોઅજાણ્યા તસ્કરો 2.44 લાખનો પિત્તળનો સામાન ચોરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જામનગર દરેડ વિસ્તારમાં આવેલ જીઆઇડીસી પ્લોટ નંબર 64 પ્રાઇવેટ ઝોન માં મારુતિ એવન્યુ સોસાયટીમાં આવેલ દિવ્યેશ બ્રાસ નામના કારખાનામાં ખાતર પડ્યું હતું. મોરકંડા ગામે રહેતા અમૃતભાઈ રણછોડભાઈ સોનગરા નામના 48 વર્ષીય યુવાનના કારખાનામાં ચોરી થઈ હોવાની રાવ ઉઠી છે.
કારખાનામાં ચોરીના ઇરાદે ત્રાટકેલા તસ્કરોએ કોઈ સાધન વડે નકૂચા કાપી કારખાનામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમાં રહેલો પિત્તળનો 435 કિલોગ્રામનો સામાન ચોરી કરી ગયા હતા. જે મામલે અમૃતભાઈ સોનગરાને જાણ થતા તેઓએ પોલીસ મથકનો સંપર્ક સાંધ્યો હતો. જ્યાં 2,44,620 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની પોલીસમાં જાણ કરાતા પોલીસે અજાણ્યા આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.