દુર્ઘટના@મહેસાણા: ટ્યુશનેથી ઘરે જઈ રહેલા બાળકને કાળ ભરખી ગયો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. હાલમાં દિવાળીના માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના બેચરાજી પંથકમાં બનવા પામી છે.
જ્યાં ચાર નાના બાળકો ટ્યુશનથી રોડની સાઈડ પર ચાલતા ઘરે આવતા હતા એ દરમિયાન એક ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેકટર બેફામ રીતે હંકારી રોડની સાઈડમાં ચાલીને જતા ચાર બાળકો પૈકીના એક બાળકને ટક્કર મારી ટ્રેકટરનું ટાયર બાળકના શરીર પર ફરી વળતા બાળક નું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.સમગ્ર મામલે તહેવારોના ટાણે જ આવી દુઃખદ ઘટના બનતા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
બેચરાજી તાલુકામાં આવેલા બેચર ગામે ભરવાડવાસમાં રહેતો 4 વર્ષીય વંશ નામનો બાળક 25 તારીખ સાંજે છ કલાકે પોતાના કુટુંબી ભાઈ બહેનો સાથે ટ્યુશન પતાવી રોડની સાઈડમાં ચાર બાળકો ચાલીને ઘરે આવતા હતા. એ દરમિયાન ચાંદણકી ગામ બાજુથી એક ટ્રેકટર ચાલક બેફામ રીતે ટ્રેકટર ચલાવી આવી રોડની સાઈડમાં ચાલતા જતા વંશને કાવું મારતા તેણે ટક્કર વાગતા રે રોડ પર પટકાયો હતો
આ દરમિયાન ટ્રેકટર સાથેના ટેન્કરનું ટાયર બાળકના શરીર પર ફળી વળતા તેણે ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં ખાનગી વાહન મારફતે તેઓ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ડૂબ્યો હતો.બાળક ના પી.એમ કરાવ્યા બાદ તેની અંતિમ વિધિ કરવામાં આવી હતો. બેચરાજી પોલીસમાં ટ્રેકટર ચાલક દેવીપૂજક અજય ભાઈ રાજુભાઇ સાંમે ફરિયાદ નોંધાઈ છે.