વાતાવરણ@કચ્છ: નલિયામાં 13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, જાણો વધુ વિગતે

હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ હજુ ઠંડી વધે તેવી શક્યતાઓ છે. મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.
 
ઠંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કાતિલ ઠંડી પડી રહી છે. 13 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ત્યારે હજી પણ તાપમાનનો પારો નીચે જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ હજુ ઠંડી વધે તેવી શક્યતાઓ છે. મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે પણ 21થી 23 નવેમ્બર દરમિયાન તાપમાનમાં હજી બેથી ત્રણ ડિગ્રીનો ઘટોડો થવાની અને વરસાદની શક્યતા હોવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ઠંડીનો અહેસાસ થશે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે અને આખા દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં વરસાદની આગાહી પણ છે. અરબી સમુદ્રમાં જલ્દી જ એક તોફાન ઉઠવાનું છે, જેને કારણે વરસાદની આગાહી છે.

કચ્છમાં ઉત્તર-પૂર્વી પવન ફૂંકાવાની શરૂઆત થતા તાપમાનનો પારો નીચે તરફ સરકી રહ્યો છે. જેને લઈ માહોલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ખાસ કરીને નવેમ્બર માસ પૂરો થવામાં હવે માત્ર દોઢ સપ્તાહનો સમય બાકી રહ્યો છે, ત્યારે સવાર સાંજ વતવારણમાં શીતળતા છવાઈ રહી છે. આજે શિયાળુ સિઝનમાં સૌપ્રથમવાર કચ્છના નલિયામાં ખાતે 13 ડિગ્રી તાપમાન નોંધાતા નલિયાવાસીએ ધ્રુજી ગયા હતાં.વહેલી સવારે કચ્છના ભુજ શહેરના અલગ-અલગ વિસ્તારનો મોર્નિંગ માહોલ કેમરામાં કેદ કરી લોકો સાથે વાત કરી હતી.