ગુનો@અમરેલી: આરોપીએ પેટ્રોલપંપના માલીકને ફોન કરી રૂા. 20 લાખની ખંડણી માંગી તથા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપી

ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
 
ગુનો@અમરેલી: આરોપીએ પેટ્રોલપંપના માલીકને ફોન કરી રૂા. 20 લાખની ખંડણી માંગી તથા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતીજ હોય છે.   અમરેલીમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપના માલીકને ફોન કરી રૂા. 20 લાખની ખંડણી માંગી તથા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર ઇસમને સુરત ખાતેથી અમરેલી સીટી પોલીસ ટીમે ઝડપી લીધેલ છે.

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.કે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસની ટીમ દ્વારા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ઇ.પી.કો કલમ 384, 385, 387, 504, 507 મુજબના ગુન્હાના આરોપી કુલદીપભાઇ પ્રતાપભાઇ આલાણી (રહે.

નાના માચીયાળા)ને ટેકિનકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી મળેલ ચોક્કસ બાતમી આધારે આરોપીને ગણતરીની કલાકોમાં સુરત ખાતેથી શોધી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.