કાર્યવાહી@વાંકાનેર: અપહરણ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીને કોર્ટે નીર્દોષ જાહેર કર્યા

આરોપી નારણના જૂના ગ્રાહકો ફરીયાદીની ઓફીસે જવા લાગ્યા હતા.
 
કાર્યવાહી@વાંકાનેર: અપહરણ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીને કોર્ટે નીર્દોષ જાહેર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અપહરણ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીને કોર્ટે નીર્દોષ જાહેર કર્યા.ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના અપહરણ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપોને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટે નીર્દોષ જાહેર કરીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.ફરિયાદી પક્ષે આરોપી નારણ કરમશીભાઈ રાઠોડના ચામુંડા ટ્રાન્સપોર્ટમાં પ્રાઈવેટ નોકરી કરતા હતા. જે બાદ ફરીયાદીએ પોતાની અલગથી ટ્રાન્સપોર્ટની ઓફીસ શરુ કરી હતી અને આરોપી નારણના જૂના ગ્રાહકો ફરીયાદીની ઓફીસે જવા લાગ્યા હતા.

જે બાદ બાબતનો ખાર રાખી આરોપી નારણ કરમશીભાઈ રાઠોડ, નીતીન નારણભાઈ રાઠોડ, ચીરાગ નારણભાઈ રાઠોડ અને જીગ્નેશ રૈયાભાઈ ટોટાએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીયાદીને મારી નાખવાના ઈરાદે બોલેરો પીક અપમાં બેસાડી અપહરણની કોશીશ કરી રાણેકપર ગામના બોર્ડ પાસે ઉતારી નાશી ગયા હતા.

સમગ્ર મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૩૬૫, ૫૧૧ તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાઈ હતી.જે મામલે પોલીસે તમામની ધરપકડ કરી હતી. કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં આરોપીઓ તરફતે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેન ડી. અગેચાણીયા રોકાયેલા હતા.

જે બાદ આ કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતાં સુનવણી દરમિયાન ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર અને તપાસ કરનાર પોલીસ અધીકારીની જુબાની લેવામાં આવી હતી. આ તમામ પુરાવાના અંતે ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ફરીયાદી પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી.

તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરી હતી કે જયા સુધી આરોપીઓ વિરુદ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય. આ મામલે કોર્ટે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચાણીયાની તમામ દલીલોને માંય રાખી તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા, જી. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા રોકાયેલા હતા.