કાર્યવાહી@ભાવનગર: વૃધ્ધ મહિલાની હત્યામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે 7વર્ષની સખત કેદની સજા ફટકારી

રોકડ દંડ ભાવનગર અદાલતે ફટકારેલ છે.
 
કાર્યવાહી@અમદાવાદ: કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપીને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પાલીતાણા તાલુકાના નોંધણવદર ગામે વૃધ્ધ મહિલાની થયેલી હત્યામાં સંડોવાયેલા આરોપી ને સાત વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ભાવનગર અદાલતે ફટકારેલ છે.

આ કેસની વિગત મુજબ આ કામના ફરિયાદી રામદેવભાઈ ઉર્ફે રામો ધુધાભાઈ ગોહીલ, રહે.નોંધણવદર, તા.પાલીતાણા વાળાએ એવા મતલબની પાલીતાણા ફુલર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ કામના આરોપી કુલદિપસિંહ નિર્મળસિંહ ગોહીલ, ઉ.વ.28, રહે. દરબારગઢ, નોંધણવદર, તા.પાલીતાણાવાળાએ મરણજનાર મંજુબેન વા/ઓ ધુધાભાઈ ગોહીલ, ઉ.વ.70, રહે.નોંધણવદરની દીકરી સાથે ચારેક વર્ષ પુર્વે આરોપીએ બળાત્કાર ગુજારેલ હતો.

આ અંગે તેણીએ જે તે સમયે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી. આ પોલીસ ફરિયાદનું આરોપીએ મનદુ:ખ રાખી તેમજ આ કેસમાં સમાધાન કરવા જણાવતા સમાધાન નહી કરતા હોવાથી આ કામના આરોપી કુલદિપસિંહ નિર્મળસિંહ ગોહીલએ ગત તારીખ:-24/07/2022ના રોજ આ કામના ફરિયાદીના માતા મરણજનાર મંજુલાબેન વા/ઓ ધુધાભાઈ ગોહીલને આરોપીને ઢીકાપાટુ નો માર મારતા આ વૃધ્ધાનું મોત નીપજતા આ બનાવ હત્યામાં પરીણામેલ હોય.

આ બનાવ અંગે જે તે સમયે મરણજનારના પુત્ર રામદેવભાઈ ગોહીલએ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં આરોપી કુલદિપસિંહ નિર્મળસિંહ ગોહીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસએ આરોપી સામે ઈ.પી.કો.કલમ-302 મુજબનો ગુન્હો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ મનોજભાઈ આર. જોષીની અસરકાર દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ આરોપી કુલદિપસિંહ નિર્મળસિંહ ગોહીલ સામેનો ઈ.પી.કો. કલમ-304(2) મુજબનો ગુન્હો સાબિત માની આરોપીને કસુરવાન ઠરાવી 7 (સાત) વર્ષની સખત કેદની સજા અને રોકડ રૂપિયા વીસ હજારનો દંડ ફટકારેલ અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 1 વર્ષની સજા ભોગવવાનો અદાલતે હુકમ કરેલ છે.