કાર્યવાહી@જસદણ: ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટે 6 માસની સજાનો હુકમ ફરમાયો

કેદની સજાનો હુકમ કર્યો હતો.
 
કાર્યવાહી@જસદણ : ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટે 6 માસની સજાનો હુકમ ફરમાયો 

રાજ્યમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતી જ હોય છે.  

આ કેસની ખરી હકીકત જોતા જસદણ શહેરમાં રહેતા સુરેશભાઈ એન. છાયાણીએ મોરબી જિલ્લાના સનાળા ગામે રહેતા અજયભાઈ રમણીકભાઈ ભટ્ટીને મિત્રતાના દાવે તથા વ્યવહારિક કામે ત્રણ લાખ રૂપિયા આપેલ હતા. જેના અનુસંધાને આરોપીએ સિક્યુરિટી પેટે ફરિયાદીને આંધ્ર બેન્ક મોરબી શાખાનો ચેક અને ખાતા નંબરમાં ચેક આપેલ.

જે ચેક ફરિયાદીએ સમય મર્યાદા પૂરી થતાં જસદણ બ્રાન્ચની બેન્ક ઓફ ઇન્ડીયામાં વટાવેલ. જે તારીખ- 06/10/2021 ના રોજ 'અધર રીજન્સ'ના શેરાવાળો ચેક રિટર્ન મેમો સાથે પરત ફરેલો હતો.

ફરિયાદીએ એડવોકેટ મારફતે આરોપીને - 16/10/2021 ના રોજ પોસ્ટ રજીસ્ટર એ.ડી.થી નોટીસ આપેલ. જે નોટિસનો આરોપીએ જવાબ આપેલ નહીં. ફરિયાદી દ્વારા જસદણ ન્યાયાલયમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ 138 મુજબ કેસ દાખલ કરેલ.

જે કેસ જસદણ ન્યાયાલયના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવેની કોર્ટમાં કેસ ચાલી જતા બંને પક્ષકારોના વકીલોની દલીલો સાંભળી આરોપીને ક્રિમિનલ પ્રોસિજર કોર્ટની કલમ 255 (2) અન્વયે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી તેઓને છ માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલ તેમજ ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 357 (3) અન્વયે સદરહું બંને ચેકની રકમ કુલ ત્રણ લાખ રૂપિયા ફરિયાદીને વળતર તરીકે 30 દિવસમાં ચૂકવી આપવા અને જો આરોપી સદરહું રકમ ફરિયાદીને ચુકવવામાં કસુર કરે તો વધુ 45 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.