નિર્ણય@કોર્ટ: 17 વર્ષિય સગીરાનું અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી

આરોપીને 1 લાખ દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો
 
નિર્ણય@કોર્ટ: 17 વર્ષિય સગીરાનું અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અત્યારે છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની પર બળત્કાર ગુજારવામાં આવે છે.ગુનેગારો છોકરીઓને એમના ઘરોમાં ગુસીને પણ બળત્કાર ગુજરાત હોય ચર.હાલના યુગમાં છોકરીઓ બિલકુલ સુરક્ષિત નથી.અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાંથી 17 વર્ષિય સગીરાનું અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારનાર 19 વર્ષિય પ્રેમીને સ્પે. પોક્સો કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત સ્પે. પોક્સો કોર્ટે આરોપીને 1 લાખ દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આખોય કેસ નિઃશંકાપણે પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય.

શહેરના રામોલ વિસ્તારમાં રહેતો 19 વર્ષિય પ્રથમ ઉર્ફે સોનુ રાજેશભાઇ ચૌધરી તેના જ વિસ્તારમાં રહેતી 17 વર્ષિય મોનાને 14 ઓક્ટોબર 2021ના રોજ લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ પ્રથમ મોનાને ટ્રેન મારફતે મુંબઇ અને પછી શેરડી લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે મોનાની માતાએ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી પ્રથમને ઝડપી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.આ કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આવા કિસ્સા સમાજમાં સતત વધી રહ્યાં છે, આખોય કેસ નિઃશંકા પણે પુરવાર થાય છે, આરોપીને ફરિયાદી અને સાક્ષીઓને ઓળખી બતાવ્યો છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાને રાખી સખ્સમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે.