કાર્યવાહી@સુરત: કિશોરી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી 
 
કાર્યવાહી@અમદાવાદ: 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષ કેદની સજા કોર્ટે ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં બળત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે. હાલના સમયમાં નાની બાળકીઓને પણ હવાશાનો શિકાર બનાવવામાં આવે છે. કીમમાં 3 વર્ષ અગાઉ 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવી જઈ બેવાર બળાત્કાર કરનારા 24 વર્ષીય આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ અને તેમાંથી 45 હજાર પીડિતાને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

સરકાર તરફે એપીપી દિપેશ દવેએની દલીલ હતી કે આરોપી સામે પીડિતાની જુબાની અને મેડિકલ સહિતના પુરાવા ઉપલબ્ધ છે. પોક્સો એક્ટ હેઠળનો કેસ હોય આરોપીને મહત્તમ સજા કરવી જોઇએ. જ્યારે કોર્ટે પોતાના ચુકાદામા નોંધ્યુ હતુ કે પ્રેમ પ્રકરણ છે પરંતુ, જ્યારે પીડિતા સગીરા હતી ત્યારે તેની સંમતિ મહત્વની નથી કારણ કે પીડિતા સંમતિ આપવા સક્ષમ નથી. ભોગ બનનારની ઉંમર જતો તેને લલચાવવી આસાન છે. વર્ષ 2021માં કીમ ખાતે રહેતી 15 વર્ષીય કિશોરી ઘરેથી શાકભાજી લેવાનું કહીને નિકળી હતી.

ઘરે નહીં આવતા શોધખોળ કરાઇ હતી. સતત બે દિવસની શોધખોળ બાદ જાણવા મળ્યુ હતુ કે પ્રશાંત સંગાડા પીડિતાને ભગાવી ગયો છે. બે મહિના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પીડિતાને પોતાના કાકાને ત્યાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. કોર્ટમાં કેસ ચાલ્યા બાદ આરોપીને તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો જ્યાં તેના 20 વર્ષની સજાનો હુકમ કરાયો હતો.