ગુનો@વડોદરા: 985 ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ ક્રાઈમ બ્રાંચે કરી

પોલીસની વોચમાં ગાંજા સાથે શખસ ઝડપાયો
 
ગુનો@વડોદરા: 985 ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ ક્રાઈમ બ્રાંચે કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ગુનાના કેસ ખુબજ વધી ગયા છે.  વડોદરામાં સાયકલ ઉપર 985 ગ્રામ ગાંજો લઇને જઇ રહેલા શખ્સની ધરપકડ ક્રાઈમ બ્રાંચે કરી છે. જ્યારે એકતાનગરના ગાંજાના વેપારીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડનો ચક્રોગતિમાન કર્યો છે. મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ સાઇકલ ઉપર ગાંજાનો જથ્થો લઇને પસાર થનાર છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર.જી. જાડેજાની માર્ગદર્શન હેઠળ સ્ટાફે આજવા રોડ જનકલ્યાણ સોસાયટી પાસે વોચ ગોઠવી દીધી હતી.


આ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ સાઇકલ ઉપર થેલા લટકાવીને પસાર થઇ રહ્યો હતો. વોચમાં ગોઠવાયેલી ક્રાઇમ બ્રાંચની ટીમે સાઇકલ લઇને જઇ રહેલા વ્યક્તિને રોક્યો હતો અને સાઇકલ ઉપર લટકાવેલા થેલામાં તપાસ કરી હતી. થેલામાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાંથી 985 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 9850ની કિંમતનો ગાંજો, સાઇકલ મળી કુલ રૂપિયા 10,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


આ અંગે ક્રાઇમ બ્રાંચ દ્વારા સાઇકલ ચાલકની કરેલી પૂછપરછમાં સાઇકલ ચાલેક માંજલપુર, વિશ્વામિત્રી ટાઉનશિપ પાસે આવેલ ગણપતિનગરનો રહેવાસી હરી મોહન કહાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગાંજો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતા તેણે ગાંજાનો જથ્થો આજવા રોડ ઉપર આવેલ એકતાનગરમાં રહેતા સલીમ અકબર શેખ પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. હરી કહારે સલીમનું નામ આપતા પોલીસની એક તેની ધરપકડ કરવા માટે પહોંચી હતી. પરંતુ, તે મળી આવ્યો ન હતો.


આ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચે ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા હરી કહાર અને વોન્ટેડ સલીમ શેખ સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સરદાર એસ્ટેટ પાસેથી ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરતા ચકચાર મચી ગઇ હતી. તે સાથે પોલીસે ગાંજાનો જથ્થો વેચનાર એકતાનગરના સલીમ શેખના ઘરે દરોડો પાડતાં એકતાનગરમાં પણ ચકચાર મચી ગઇ હતી.


મળતી માહિતી પ્રમાણે ગાંજા સાથે ઝડપાયેલા હરી કહાર અગાઉ ત્રણ વખત નશાયુકત પદાર્થ રાખવાના ગુનામાં ઝડપાયેલો છે. તેની સામે માંજલપુર અને મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદો થયેલી છે. જ્યારે આ ગુનામાં વોન્ટેડ સલીમ શેખ સામે પણ વરણામા, કરજણ અને વાડી પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત તેની સામે સુરત મહિલા પોલીસ મથકમાં દહેજ પ્રતિબંધક ધારા હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે.