ગુનો@અમદાવાદ: જમીન પચાવી પાડનાર 4 ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ, સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલના યુગમાં લોકો બીજાની વસ્તુઓં પર કબજો કરીલે છે. જમીન હોય કે પછી ઘર.આવીજ એક જમીન ને જપ્ત કરી લેતી ઘટના સામે આવી છે.ભોળા યુવકની જમીન પર કબજો કરી લેતા યુવકે ફરીયાદ નોધાવી છે.પ્રહલાદનગરમાં વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષીય કલ્પેશભાઈ પટેલ ખેતી કામ કામ કરે છે અને પરિવાર સાથે રહે છે.નારોલ ગામમાં તેમના પિતાજીના સમયથી તેમની એક જમીન આવેલી હતી. આ જમીન તેમના પિતાજીએ બે વ્યક્તિઓને ભાડેથી આપી હતી. બન્ને વ્યક્તિઓના સિવાય અન્ય ચાર લોકોએ તે જમીન ઉપર બાંધકામ કરીને દુકાનો બનાવી અને ધંધો શરુ કરી દીધો હતો. આ બાબતનો જ્યારે કલ્પેશ ભાઈએ વિરોધ નોંધાવ્યો ત્યારે આરોપીઓએ ધમકી આપીને કલ્પેશભાઈને ભાગાડી દીધા હતા. કલેક્ટર કચેરીમાં આ બાબતે ફરિયાદ નોંધવતા ગત ૬ જુલાઈના રોજ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. નારોલ પોલીસે સુભાષ જગદીશભાઈ શર્મા, પ્રદીપ શર્મા, નંદકિશોર શર્મા, અશ્વિનકુમાર ગજ્જર આ ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.