ગુનો@હળવદ: મહિલા આરોપીના ઘરમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂના ૧૮ ચપલાનો જથ્થો જપ્ત કર્યો
પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ
Dec 14, 2023, 18:32 IST

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
હળવદ શહેરમાં રહેતી મહિલા આરોપીના ઘરમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂના ૧૮ ચપલાનો જથ્થો જપ્ત કર્યો છે. મહિલા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચમુખી ઢોરાં ઘંટી પાછળ રહેતી સલમાબેન ઉર્ફે સોનું આશીફ મન્સુર મીરના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં મકાનના રસોડામાં વેચાણ કરવાના ઈરાદે રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ ૧૮ કીમત રૂ ૧૮૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે. મહિલા આરોપી સલમાબેન ઉર્ફે સોનું મીર વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.