તાંડવ@અંકલેશ્વર: જળપ્રલયમાં તબેલામાં રહેલી 60 ભેંસોના મોત, માનવીય આફત કે કુદરતી? પંથકમાં ભારે ચર્ચા

 સોસાયટીઓ પાણીમાં ગરકાવ બની, 
 
તાંડવ@અંકલેશ્વર: જળપ્રલયમાં તબેલામાં રહેલી 60 ભેંસોના મોત, માનવીય આફત કે કુદરતી? પંથકમાં ભારે ચર્ચા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

અંકલેશ્વરમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો છે અને સામાજિક કાર્યકર અને સેવકો તનતોડ મહેનત કરી જરૂરીયાતોને મદદ કરી રહ્યા છે. કોઈને કેટલું નુકસાન એ ચર્ચાનો વિષય છે પરંતુ સૌથી મોટી ચર્ચા ત્યારે બની જ્યારે તબેલામાં રહેલી અધધધ્.....60 ભેંસોના એકસાથે મોત થતાં ખળભળાટ મચ્યો છે. આ જળપ્રલયના કારણો વિશે પણ આક્ષેપો અને સોશિયલ મીડિયામાં સવાલો ઉભા થઇ રહ્યા છે કે, આ બેજવાબદારી પૂર્વક થયેલી માનવીય આફત છે કે કુદરતી? અંકલેશ્વર નજીક દિવા રોડ પરના તબેલામાં તમે જુઓ ત્યારે ખબર પડે છે કે, ગાય, ભેંસ અને તેમનાં બચ્ચા લાચાર બનીને આખરે મોતને ભેટ્યા છે. અંકલેશ્વરની હાલત મેઘ તાંડવથી બની કે નર્મદાના જળપ્રલયથી એ સૌથી મોટો સવાલ બની ગયો છે.‌ જાણીએ સમગ્ર અહેવાલ.

તાંડવ@અંકલેશ્વર: જળપ્રલયમાં તબેલામાં રહેલી 60 ભેંસોના મોત, માનવીય આફત કે કુદરતી? પંથકમાં ભારે ચર્ચા

ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભલે વરસાદની ફટકાબાજી રહી પરંતુ અંકલેશ્વરમાં જે જળ તાંડવ મચી ગયું તે હચમચાવી મૂકે તેવું છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ બની, લાચાર માણસો વૃક્ષો ઉપર રાતો વિતાવી, દુકાનોનો સામાન જળમગ્ન થયો, ઉભો પાક ધોવાઇ ગયો તેમજ લાચાર પશુઓ મોતને ભેટ્યા છે. આ ભયાનક તારાજી વચ્ચે પોલીસ, સામાજિક આગેવાનો, બચાવ ટીમો રાહતનાં કામે લાગી પરંતુ દિવા રોડ ઉપરના તબેલામાં પશુપાલન અને તેમનાં પશુઓની હાલત કાળજુ કંપાવે તેવી છે. ગાય અને ભેંસ મળીને સરેરાશ 150ની સંખ્યા પળવારમાં મોતનાં તાંડવ વચ્ચે આવી અને 60 ભેંસ તેમજ 4 ગાય મળીને 64 પશુઓ જળપ્રલયમાં મૃત્યુ પામ્યા છે. 

તાંડવ@અંકલેશ્વર: જળપ્રલયમાં તબેલામાં રહેલી 60 ભેંસોના મોત, માનવીય આફત કે કુદરતી? પંથકમાં ભારે ચર્ચા


સૂત્રોએ જણાવ્યું હતું કે, સંદીપ પટેલ નામના પશુપાલકને સરેરાશ 70 લાખથી વધુનું નુકશાન આવ્યું છે. આટલુ જ નહિ, જ્યાં જુઓ ત્યાં પાણી હોવાથી મૃત્યુ પામેલા 64 પશુઓનો નિકાલ પણ ભયંકર મુશ્કેલીરૂપ બની ગયો છે. આ દરમ્યાન અંકલેશ્વર અને ભરૂચના સોશિયલ મીડિયા પેજ ઉપર તારાજીના ફોટા, વિડિયો, લખાણ સાથે સરકાર, વહીવટી તંત્ર ઉપર ગંભીર સવાલો ઉભા કરતી પોસ્ટ આવી રહી છે. કેટલાક સામાજિક આગેવાનોએ રીતસર સવાલો ઉભા કર્યા છે કે, વરસાદી આફત નહિ પરંતુ બેદરકારીને કારણે આવી પડેલ જળપ્રલય છે? આવા ગંભીર સવાલો વચ્ચે સ્થાનિક ધારાસભ્ય અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.