ઘટના@ગુજરાત: મિત્રો સાથે તળાવમાં નાહવા જતાં મોત મળ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
તળાવમાં નાહવા જતાં મોત મળ્યુ
Jul 13, 2024, 17:22 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે. કામરેજના માંકણા ગામના મૂળ રહેવાસી અને હાલ કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ સાથે જોબ કરતા 24 વર્ષીય લાલચુડા સમાજના આશાસ્પદ વિદ્યાર્થીનું કેનેડાના લેકવ્યું (તળાવ)માં ડૂબી જવાથી અકાળે મોત થયું.
પરિવાર અને સમાજમાં શોક વ્યાપી ગયો હતો. આજરોજ જશનો મૃતદેહ પ્લેનમાં લાવવામાં આવ્યો હતો અને પરિવારને સોંપવામાં આવ્યો હતો.
પરિવારના સપના પૂરા કરવા વિદેશ ગયેલ યુવક મૃત હાલતમાં પરત આવતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. મૃતદેહ જોઈ હાજર સૌ કોઈ હિબકે ચડ્યા હતા.