રિપોર્ટ@મહેસાણા: સાર્વજનિક પુસ્તકાલયના ગેટ પાસેથી લાશ મળી આવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં અજાણ્યા પુરુષની લાશ મળતા સ્થાનિક લોકોએ ખેરાલુ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. બાદમાં લાશને પી.એમ માટે ખેરાલુ સિવિલ ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં મૃતકના વાલી વારસાની શોધખોળ પોલીસે આદરી વધુ તપાસ હાથ ધરી છે.
ખેરાલુ શહેરમાં આવેલા શ્રી સંતોકબાઈ સાર્વજનિક પુસ્તકાલયના ગેટ પાસે એક પુરુષનો મૃતદેહ પડેલો હતો. જે લાંબા સમયથી હલનચલન ન કરતા સ્થાનિક લોકોએ તપાસ કરતા પુરુષ મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકોએ ખેરાલુ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.અને મૃતકના શરીર પર રહેલા કપડામાં તપાસ કરતા કોઈ આધાર પુરાવા કે ડોક્યુમેન્ટ મળી ન આવતા બિનવારસી લાશ ને પીએમ માટે ખેરાલુ સિવિલ માં પી.એમ માટે ખસેડવામાં આવી હતી.
સમગ્ર ઘટનામાં ખેરાલુ પોલીસે આશરે 60 વર્ષીય વૃદ્ધના પરિવારની શોધખોળ શરૂ કરી વધુ તપાસ આદરી છે. તેમજ મૃતકની તસ્વીર પણ અન્ય જગ્યાઓ પર ફરતી કરાઈ છે જેથી વાલી વારસાની ભાળ મેળવવા મદદ મળી રહે.