નિર્ણય@અમદાવાદ: લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત

પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

 
નિર્ણય@અમદાવાદ: લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે લાઉડ સ્પીકર વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત છે. તો પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. પોલીસ શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા મંજૂરી આપી શકશે.

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાંકોની પાસે નજીકમાં રેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સિસ્ટમ ભાડે આપી શકાશે નહીં.સાથે જ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં.