રીપોર્ટ@મહેસાણા: કડીમાં આવેલા ફ્લેટના વેચાણ માટે જાહેરાત આપવામાં આવી,જાણો વિગતે
આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 41.71 ચોરસ મીટર
Oct 20, 2023, 09:51 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના કડીમાં ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. કડીમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 41.71 ચોરસ મીટર છે.
તેની રિઝર્વ કિંમત 4,00,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 40,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 23 ઓક્ટોબર સોમવારે સાંજે 5 કલાકની છે. તો ઇ-હરાજીની તારીખ 25 ઓકટોબર 2023, બુધવારે બપોરે 2.00 વાગ્યાથી બપોરે 3.00 કલાક સુધીની રાખવામાં આવી છે.