દુર્ઘટના@વાંકાનેર: બાઈક પરથી ચાલકે કાબુ ગુમાવી દેતા ભયાનક અકસ્માત સર્જાયો,જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.ઝડપી દ્રૈવીન્ગના કારણે અને દારૂ,બિયર જેવા પીણા પીવાના કારણે અકસ્માત સર્જાતો હોય છે.વાંકાનેરથી મિતાણા તરફ જતા રોડ પર અમરસર ગામ પાસે રફતારની ગતિમાં મોટરસાયકલ ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ રોડની સાઈડમાં લગાવેલ માઇલ સ્ટોન સાથે અથડાતા ચાલકને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લામાં રહેતા ગુમાનભાઈ હમરાજભાઈ ભુરીયા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૫ ના રોજ તેમનો દીકરો વિનેશ ઉર્ફે વિનુ ગુમાનભાઈ ભુરીયા પોતાના મોટર સાયકલ GJ-23-DC-5369 પર વાંકાનેર તરફથી ટંકારાના છતર ગામ તરફ આવતો હતો.
એ સમયે મીતાણા વાળા રસ્તે આવતા અમરસર ગામ પાસે તળાવ સામે મોટર સાયકલ પુરપાટ વેગે પસાર થઈ રહ્યું હતું અને અચાનક વિનેશે મોટરસાયકલ પરથી કાબુ ગુમાવતા મોટર સાયકલ રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને રોડની સાઈડમાં લગાવેલા માઇલ સ્ટોન ખાંભા સાથે રફતારની ગતિમાં અથડાયું હતું. જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિનેશને માથાના ભાગે, જમણા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિકો દ્વારા તેને ૧૦૮ મારફત વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વિનેશનું મોત નીપજ્યું હતું. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે