આદેશ@વડોદરા: જિલ્લા શિક્ષણ અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખવા આદેશ આપ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદથી વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 2 દિવસમાં 4,200થી વધુ નાગરિકોને 10થી વધુ જગ્યાઓએ સ્થળાંતરિત કરવામાં આવ્યા.
તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીએ આજે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખવા આદેશ આપ્યો છે. 24 જુલાઈ 2024ના રોજ વડોદરામાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે 25 જુલાઈ 2024ના રોજ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને MS યુનિવર્સિટીમાં 26 જુલાઈ 2024 અને 27 જુલાઈ 2024ના રોજ નક્કી કરાયેલી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.
તેમજ વિશ્વામિત્રી નદીની જળ સપાટી 29.36 ફૂટે પહોંચી તો કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 29.36 ફૂટે પહોંચી. જ્યારે આજવા ડેમની સપાટી વધીને 212.12 ફૂટે પહોંચી.