વેપાર@સાબરકાંઠા: માર્કેટયાર્ડના કર્મચારીઓ અને ખેડૂતોએ શ્રીફળ વધેરી પૂજા અર્ચના સાથે જ કપાસની ખરીદીની શરુઆત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કપાસનુ ઉત્પાદન પણ શરુ થઈ ચુક્યુ છે. નવરાત્રીની શરુઆત સાથે જ કપાસની ખરીદી માર્કેટ યાર્ડમાં શરુ થઈ ચુકી છે. હિંમતનગરમાં આવેલા APMC કોટન માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીની શરુઆત થઈ છે. માર્કેટયાર્ડ ના કર્મચારીઓ અને ખેડૂતોએ શ્રીફળ વધેરી પૂજા અર્ચના સાથે જ કપાસની ખરીદીની શરુઆત કરી છે. ખેડૂતોએ આ વર્ષે પોષણક્ષમ ભાવો મળી રહે એવી આશા સેવી છે.
માર્કેટયાર્ડમાં કપાસની પ્રથમ ખરીદી વેળા ઘંટનાદ કરવામાં આવ્યો હતો અને હરાજીની શરુઆક કરવામાં આવી હતી. જેમાં સોમવારે 6 વેપારીઓ અને 5 જીનર્સ મુર્હતની હરાજીમાં જોડાયા હતા. જ્યાં શરુઆતમાં 40 જેટલા ખેડૂતોએ કપાસનુ વેચાણ કર્યુ હતુ. કપાસનો ભાવ 1501 રુપિયા બોલાયો હતો. જ્યારે નિચો ભાવ 1401 રુપિયા પ્રથમ દિવસે રહ્યો હતો. નવરાત્રીની શરુઆત સાથે જ હવે કપાસનુ ઉત્પાદન જિલ્લાના બજારોમાં મોટા પ્રમાણમાં ઠલવાશે.
જેને લઈ ભાવોમાં પણ મોટો ફેરફાર જોવા મળશે. ખેડૂતોને આશા છે કે, મગફળીની માફક કપાસમાં પણ સારી દિવાળી થઈ શકે એવા ભાવ મળી રહે.