બનાવ@શાહપુર: સાસરિયાંએ યુવકને એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો,જાણો સમગ્ર ઘટના

બંને દીકરીઓ નિરાધાર બની ગઈ છે
 
બનાવ@શાહપુર: સાસરિયાંએ યુવકને એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો,જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં અવાર-નવાર ઘટનાઓ બનાતી  હોય છે.હાલમાંજ એક અદ્ભુત ઘટના સામે આવી છે,શાપુરની છે.જ્યાં પત્ની અને સાસરીના બધા લોકો મળીને પતિને એસીડ પીવડાવીને મારી નાખ્યો.શાહપુર શંકરભુવનના છાપરા ખાતે શુક્રવારે રાત્રે રિસાયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને પત્ની, સાળો અને સાસુ સહિતના લોકોએ મૂઢ માર મારી બળજબરીથી એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે માધુપુરા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. પિતાની હત્યા બાદ બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને માતાની પણ ધરપકડ થતાં બંને દીકરીઓ નિરાધાર બની ગઈ છે.

ગીતા મંદિર પાસે રહેતા પ્રહલાદભાઈ વાઘેલાના વર્ષ 2007માં એક યુવતી સાથે લગ્ન થયા બાદ છૂટાછેડા થયા હતા. બાદમાં વર્ષ 2010માં શિલ્પા સાથે તેમના બીજા લગ્ન થયા હતા અને તેઓને સંતાનમાં બે પુત્રી પણ છે. છેલ્લા ઘણા સમયથી પ્રહલાદભાઇની પત્ની શિલ્પા રિસાઈને પિયર જતી રહી હતી. તેને મનાવીને ઘરે પરત લાવવા પ્રહલાદભાઈ શંકરભુવનના છાપરા ખાતે તેમના સાસરે ગયા હતા. તેઓને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે તેમનો આ અંતિમ દિવસ હશે. રિસાયેલી પત્નીને મનાવતા અચાનક પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી અને બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ ઝઘડાની અદાવતમાં પત્ની શિલ્પા, સાસુ શકુ પરમાર, મનોજ વાઘેલા અને કૌટુંબિક સાળા દિપક પરમારે પ્રહલાદભાઈને મૂઢ માર માર્યો હતો. ગંભીર ઇજાઓ પહોંચતા પ્રહલાદભાઇ ત્યાં જ ફુટપાથ પર પડ્યા હતા. બાદમાં આરોપીઓએ ઘરની નીચે ભેગા મળી પ્રહલાદભાઈને જબરદસ્તી એસિડ પીવડાવી દીધું હતું.આ બાબતે પ્રહલાદભાઇના પરિવારને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યારે પ્રહલાદભાઇએ સમગ્ર હકીકત જણાવી હતી. બાદમાં પરિવારજનો પ્રહલાદભાઇને સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા આ અંગે માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક પ્રહલાદભાઇની પત્ની, સાસુ સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવારજનોએ પત્ની શિલ્પાના પરિવાર વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા કે અગાઉ થયેલા ઝઘડામાં પણ શિલ્પાના પરિવારે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે પતિ-પત્ની વચ્ચેના ઘર કંકાસે પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.