હડકંપ@ડાંગ: ઉત્તર વનવિભાગનો વહીવટ આવશે સામે, આખી સીરીઝમાં રજૂ થશે અનેક ચોંકાવનારા અહેવાલ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ડાંગ એટલે હરિયાળી અને કુદરત વાતાવરણ એટલે રાજ્ય વનવિભાગ પણ આ વિસ્તારમાં ભરપૂર પ્રયાસો કરી રહી છે. હવે ઉત્તર ડાંગ વનવિભાગમાં છેલ્લા કેટલાક વર્ષ થતો વહીવટ સીસીએફ જોતાં હશે પરંતુ અહિં આપણે તબક્કાવાર રીપોર્ટમાં વ્હાઇટ પેપર સમાન ચોંકાવનારા અહેવાલ રજૂ કરીશું. જેમાં ગ્રાન્ટનો વહીવટ, એજન્સીઓ સાથે મેળાપીપણાનો વહીવટ, ફાયર લાઇનનો ખર્ચ અને અસલી કામગીરીનો વહીવટ તેમજ રોજમદારોના હક્કને સાઇડ કરવાનાં સ્પેશ્યલ રિપોર્ટ રજૂ કરીશું. આ તબક્કાવાર અહેવાલમાં રોજમદારોના હિત સાથે સરકારના હિત માટે ક્યાં કેવી પરિસ્થિતિ અને જરૂરિયાત સરળતાથી સમજાય તેવા ઘટસ્ફોટ પણ શક્ય બનશે. આનાથી સીસીએફ સાથે અરણ્ય ભવનને પણ મોનિટરીંગ અને પારદર્શકતા માટે મદદરૂપ બને તેમ છે.
આગામી સોમવારથી સતત કેટલાક દિવસ ડાંગ ઉત્તર વનવિભાગની કામગીરીની સમીક્ષાના રીપોર્ટ સૌ વાચકો માટે રજૂ કરવામાં આવશે. આ માટે થોડી વિગતોની હાઇલાઈટ સમજવી પડશે. ડાંગ જિલ્લામાં વન વિભાગના બે ડીવીઝન કામ કરે છે, જેમાં ઉત્તર વનવિભાગ અને દક્ષિણ વનવિભાગ છે. ઉત્તરમાં આવતી રેન્જનો વહીવટ આહવા સ્થિત ડીસીએફ રબારી કરે છે. હવે આ ઉત્તર ડાંગ વનવિભાગની મુખ્ય અને તાબા હેઠળની રેન્જ ફોરેસ્ટ કચેરીમાં નિયમોનુસાર કરાવવા ડીસીએફ રબારી કેટલી પારદર્શકતા રાખે છે તે સમજવું પડશે. છેલ્લા કેટલાક વર્ષોથી રોજમદારોના ગંભીર પ્રશ્નો છે ત્યારે બીજી તરફ સરકારનાં ગ્રાન્ટના વહીવટ મામલે થતાં ખર્ચ બાબતનો વહીવટ પણ ચોંકાવનારો હોવાનું સામે આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા, એજન્સી સાથે ગોઠવણ, મજૂરોને બદલે રોજમદારો મારફતે શ્રમ, ગ્રિવાન્સ સેલની બેઠક, નર્સરીમાં થતો વહીવટ, ફાયર લાઇનની કામગીરી અસલી કે કાગળ ઉપર? આ તમામ બાબતે રસપ્રદ વિગતોના હવે પછીના એક પછી એક રીપોર્ટ સરકારી હિત ઈચ્છતાને મદદરૂપ બની શકે છે.