રિપોર્ટ@હિંમતનગર: અંડરબ્રિજમાં એસટી બસ પાણીમાં ગરકાવ, જાણો વધુ વિગતે

એસટી બસ પાણીમાં ગરકાવ
 
વરસાદ@સાબરકાંઠા: હિંમતનગરમાં અંડરબ્રિજમાં એસટી બસ પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્કગુજરાતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યો છે. આગાહીના વચ્ચે રાજ્યમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું છે.

ખાસ કરીને હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ હતી. હિંમતનગરથી વીરાવડા વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ અંદરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ હતી. આ બસ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી.

પાણી ભરાય તે પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં ફરી વળ્યું હતું. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે.