રિપોર્ટ@મહેસાણા: સગીરા ગુમ થતા પિતાએ ફરિયાદ નોધાવી, જાણો વધુ

વધુ એક સગીરા ગુમ થતા ફરિયાદ

 
રિપોર્ટ@મહેસાણા: સગીરા ગુમ થતા  પિતાએ પોલીસમાં ફરિયાદ નોધાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મહેસાણા જિલ્લામાં અવારનવાર સગીરાઓ ગુમ થવાની ફરિયાદો વિવિધ પોલીસ મથકોમાં નોંધાઇ રહી છે.જ્યાં વધુ એક સગીરા ગુમ થયાની ફરિયાદ વિજાપુર પોલીસ મથકમાં નોંધાઇ છે.જ્યાં 17 વર્ષીય સગીરા કોઈ ને કહ્યા વિના ક્યાક ચાલી જતા તેના પિતા એ વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા જિલ્લામાં થોડા માસથી સગીરાઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જવાની તેમજ સગીરાઓ અગમ્ય કારણોસર ઘરેથી કોઈ ને કહ્યા વિના ભાગી જવાની ઘટનાઓ દિવસે ને દિવસે સામે આવી રહી છે.જ્યાં વિજાપુર પંથકના એક ગામની 17 વર્ષીય સગીરા પરિવાર ને જાણ કર્યા વિના ક્યાક ચાલી ગઈ હતી.

ઘટનાની જાણ પરિવાર ને થતા તેઓએ સગા સબધીઓમાં અને આસપાસના વિસ્તારોમાં તપાસ આદરી હતી.જોકે સગીરા કોઈ ને કહ્યા વિના ક્યાક ચાલી જતા તેના પિતા એ વિજાપુર પોલીસમાં કલમ 363 મુજબ ફરિયાદ નોંધાવતા વિજાપુર પોલીસે તપાસ આદરી છે.