ઘટના@જામનગર: ભંગારના વાડામાં આગ લાગતા ફાયરબ્રિગેડએ આગને કાબુમાં કરી

રહેવાસીઓ ધર બહાર દોડી આવ્યા હતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં જુદા જુદા બે આગના બનાવો બાદ શુક્રવારે સવારે ભંગારના વાડામાં આગ લાગી હતી. જેને ફાયરબ્રિગેડ 3 ગાડીઓનું ફાયરીંગ કરી આગને કાબુમાં કરી હતી.જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે ભીમવાસમાં આવેલા ભંગારના વાડામાં આગ ફાટી નીકળી હતી.જે આગને પગલે આસપાસના રહેવાસીઓ ધર બહાર દોડી આવ્યા હતા.

આગની જુવાળાઓ દૂર દૂરથી દેખાતી હતી. આગ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ દોડી આવી હતી.ભારે જહેમત અને ત્રણ ગાડી પાણીનું ફાયરીગ કરીને ફાયરના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગ શેના કારણે લાગી છે તે અંગે કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. ભીમવાસમાં આવેલા ભંગારના વાડામાં લાગેલી આગને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. જો કે આગના કોઈ જાનહાની થયેલ નથી.