રિપોર્ટ@નવસારી: બિલ્ડિંગના બેઝમેન્ટના મીટર પેટીમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું
આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું
Jun 7, 2024, 19:44 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. નવસારી શહેરના એક એપાર્ટમેન્ટના બેસમેન્ટમાં રાખવામાં આવેલા મેટર પેટીમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું. નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં આવેલી સંસ્કૃતિ પ્રાઈડ બિલ્ડિંગના બેઝમેન્ટમાં મીટર પેટીમાં આગ લાગી ગઈ છે.
આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે.સ્થાનિક લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
સમય સૂચકતા દાખવતા બિલ્ડિંગમાં રહેલા રહિશો સલામત રીતે નીચે ઉતરી આવ્યા હતા. જેનાથી મોટી હોનારત ટળી.ઘટના સ્થળે DGVCL ના અધિકારીઓ અને કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા.