ગુનો@મોરબી: પોલીસે મકાનમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે લીધો

આરોપી હાજર મળી આવ્યો ના હોય જેથી વધુ તપાસ 
 
દાંતીવાડા: ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી LCB બનાસકાંઠા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

હાલમાં દારૂના કેસ ખુબજ વધી ગયા છે.લોકોના ઘરોમાંથી જથ્થાબંધ દારૂ મળી આવતો હોય છે.મોરબી શહેરની દરિયાલાલ શેરીની સામેની શેરીમાં આવેલ આરોપીના મકાન (વખાર) માંથી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે લીધો છે તો રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ના હોય જેથી વધુ તપાસ ચલાવી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે દરિયાલાલ શેરીની સામે આવેલ શેરીમાં રેડ કરી હતી જેમાં આરોપી જુબેર ઉર્ફે બબુડો મહેબુબ ઘાંચીના મકાન (વખાર) માંથી પોલીસે અલગ અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ ૮૩ કીમત રૂ ૩૪,૮૦૦ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો મુદામાલ જપ્ત કર્યો છે તો રેડ દરમિયાન આરોપી જુબેર ઉર્ફે બબુડો મહેબુબ ઘાંચી રહે પંચાસર રોડ ભારતપરા વાળો હાજર નહિ મળતા ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે