ગરમી@ગુજરાત: રાત્રે પણ બપોર જેવી ગરમીનો અનુભવ થયો, જાણો વધુ વિગતે

 ઇતિહાસની સૌથી ગરમ રાત રહી હતી
 
ગરમી@ગુજરાત: રાત્રે પણ બપોર જેવી ગરમીનો અનુભવ થયો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં વધારે પ્રમાણમાં ગરમી પડી રહી છે. રાજ્યમાં શનિવારે મોટા ભાગે પશ્ચિમ દિશાનો ગરમ અને ભેજવાળો પવન ફૂંકાયો હતો. ભેજવાળા ગરમ પવનના કારણે રાજ્યનાં 8 શહેરોની રાત સૌથી ગરમ રહી હતી. સુરેન્દ્રનગર અને ગાંધીનગરની રાત ઇતિહાસની સૌથી ગરમ રાત રહી હતી. જ્યારે સુરતમાં છેલ્લાં 136 વર્ષમાં સાતમી અને અમદાવાદમાં 131 વર્ષના ઇતિહાસમાં બીજી સૌથી ગરમ રાત રહી હતી. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભેજવાળા ગરમ લહાય પવનની અસર શનિવારે સૌથી વધુ જોવા મળી હતી. રાજ્યનાં 11 શહેરોમાં એક બાજુ 42 ડિગ્રી પાર ગરમી રહી હતી. બીજી બાજુ 7 શહેરોની રાત સૌથી ગરમ રહી હતી. 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહેનાર સુરેન્દ્રનગરની રાત ઇતિહાસની સૌથી ગરમ રાત રહી હતી. વહેલી સવારના 30.1 ડિગ્રી તાપમાને સુરેન્દ્રનગરમાં છેલ્લાં 40 વર્ષની સૌથી ગરમ રાતનો રેકોર્ડ સર્જ્યો હતો. ગાંધીનગરમાં વહેલી સવારના 31.1 ડિગ્રી તાપમાને 49 વર્ષની સૌથી ગરમ રાતનો રેકોર્ડ સર્જ્યો હતો.29.4 ડિગ્રી સાથે સુરતનાં 136 વર્ષના ઇતિહાસમાં સાતમી સૌથી ગરમ રાત રહી હતી. 136 વર્ષના ઇતિહાસમાં સુરતમાં 16 મે, 2010માં 30.8 ડિગ્રી સૌથી ગરમ રાતનો રેકોર્ડ છે.

દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કાળઝાળ ગરમીનો કેર, સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પારદેશના ઉત્તર-પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં શનિવારે સતત બીજા દિવસે કાળઝાળ ગરમી યથાવત્ રહેતા તાપમાનનો પારો અનેક જગ્યાએ 45 ડિગ્રીને આંબી ગયો હતો. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ હીટવેવનો કેર વર્તાયો હતો. ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતના ઉત્તર-પશ્ચિમમાં હજુ આગામી પાંચ દિવસ સુધી અંગ દઝાડતી ગરમીની અસર વર્તાશે. જેમાં સૌથી વધુ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં અસર વર્તાશે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને શિશુઓ, વૃદ્ધો તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોને વિશેષ કાળજી રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશના ઓછામાં ઓછાં 20 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી અથવા તેનાથી વધુ નોંધાયો હતો. દિલ્હીના મંગેશપુર ખાતે સર્વાધિક 46.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ નજફગઢ (46.7 ડિગ્રી), પિતમપુરા (46.1 ડિગ્રી) અને પુસામાં 46 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તપતી ધરતી: 91% ભારતીય ચિંતિત, 71%એ તેમના વિસ્તારમાં તેની અસરને સ્વીકારી દેશનો મોટો વર્ગ હવે ગ્લોબલ વોર્મિંગ અંગે માની રહ્યો છે. તે ભારત માટે ગંભીર ખતરો છે. અમેરિકામાં જાહેર યેલ પ્રોગ્રામ અને સીવોટર ઇન્ટરનેશનલના સરવે ‘ભારતીય મનમાં ક્લાઇમેટ ચેન્જ 2023’માં સામે આવ્યું કે 91% ભારતીય ગ્લોબલ વોર્મિંગથી ચિંતિત છે.