વેપાર@ગુજરાત: લસણના ભાવમાં થયો મોટો વધારો, લોકોના ખિસ્સા પર પડી અસર

લોકોની ચિંતામાં વધારો થયો 
 
આરોગ્ય@શરીર: હ્રદયને સ્વસ્થ રાખવા માટે પણ લસણ છે ગુણકારી, જાણો ખાવાના ફાયદા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 લસણના ભાવથી સામાન્ય લોકોની ચિંતામાં વધારો થયો છે. ગત વર્ષે આકાશે આંબેલા ભાવથી જ્યાં ખેડૂતો તો માલામાલ થયા પણ બીજી તરફ ગરીબ લોકોએ લસણના વધતા ભાવથી કમર તોડી નાખી. વર્ષ 2023માં લસણના ભાવ આકાશે આંબી જતાં રસોઈનો સ્વાદ ખરાબ થઈ ગયો છે. એટલું જ નહીં કેટલાય લોકો મોંઘા હોવાના કારણે શાકમાં લસણ નાખવાનું ભૂલી ગયા છે.

આપને જણાવી દઈએ કે, 100થી વધીને 300 રૂપિયે કિલો સુધી લસણ વેચાતું હતું અને હવે બે ત્રણ દિવસમાં 400 રૂપિયે કિલો સુધી ભાવ પહોંચી ગયા છે. જેનાથી સામાન્ય લોકોની રસોઈની સ્વાદ ખરાબ થઈ ગયો છે. તેના વધતા ભાવ અને માર્કેટમાં તેની માગ ઓછી થઈ જવાથી જથ્થાબંધ વેપારી પણ ઓછી માત્રામાં તેને ખરીદવાનું પસંદ કરે છે. લસણના જથ્થાબંધ વેપારી મનોજ કુમાર ગુપ્તા જણાવે છે કે, વર્ષ 2023માં પહેલા લસણનો ભાવ ખૂબ જ ઓછો હતો. ઉત્પાદન એટલું હતું કે, 5 રૂપિયે કિલોના ભાવે પણ કોઈ ખરીદવાનું પસંદ કરતા નહોતા. આજ કારણ છે કે આ વખતે ખેડૂતોએ તેનું ઉત્પાદન ઓછું કરી દીધું. જેનાથી લસણના ભાવ ગત વર્ષ કરતા ઊંચે ગયા છે.

સૌથી પહેલા લસણના ભાવ 100 રૂપિયે કિલો પછી 200 રૂપિયે ત્યાર બાદ 300 રૂપિયે કિલો અને હવે બે ત્રણ દિવસમાં લસણનો ભાવ 400 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. જો કે, વેપારીઓનું કહેવું છે કે, આવનારા સમયમાં નવો પાક આવી જતાં તેનો ભાવ નીચે આવી જશે. હાલમાં કરૌલીની શાકભાજી માર્કેટમાં લસણનો જથ્થાબંધ ભાવ 300 રૂપિયે કિલો અને અને 400 રૂપિયે કિલો ચાલી રહ્યો છે. વેપારી મનોજે જણાવ્યું છે કે, મોંઘા ભાવના કારણે લોકો ઓછું ખરીદી રહ્યા છે. કારણે 400 રુપિયા ભાવ હોવાના કારણે લસણને 1 કિલો ખરીદનારા લોકો અડધો કિલો અને અઢીસો ગ્રામ ખરીદીને ચલાવી રહ્યા છે.