ઘટના@અમદાવાદ: બે કર્મચારીઓ વચ્ચેની મજાકમાં એકે જીવ ગુમાવવાની ઘટના સામે આવી
બે કર્મચારીઓ મજાકના મૂડમાં હતા
Nov 4, 2023, 17:01 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વટવા જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં બે કર્મચારીઓ મજાકના મૂડમાં હતા. આ દરમિયાન એક કર્મચારીએ બીજા યુવકના ગુપ્ત ભાગે એર કમ્પ્રેશરની પાઈપ ભરાવી દીધી હતી. જેને લઈ અન્ય યુવકને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. યુવકે સારવાર દરમિયાન દમ તોડી દેતા વટવા પોલીસે તપાસ શરુ કરી છે.
બે કર્મચારીઓ વચ્ચેની મજાકમાં એકે જીવ ગુમાવવો પડ્યો છે. એક એ બીજા કર્મચારીના ગુપ્ત ભાગે એર કમ્પ્રેશરની પાઈપ ભરાવી દેવાઈ હોવાથી શરીરના આંતરીક અંગોમાં ભારે નુક્શાન પહોંચ્યુ હતુ. જેને લઈ યુવક પંકજ રાયનુ મોત નિપજ્યુ હતુ. વટવા પોલીસે હવે અન્ય કર્મચારી પ્રકાશ સામે સાઅપરાધ માનવ વધની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.