ઘટના@રાજકોટ: પરિણીતાએ પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લેતા વિસ્તારમાં અરેરાટી મચી

જ્યાં તબીબે તેને મૃત જાહેર કરેલ.
 
 
ઘટના@રાજકોટ: નશો કરેલી હાલતમાં સીક્યુરીટીમેન યુવાને ગળાફાંસો ખાતા તેનું મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. લોકો નાની-નાની વાતમાં  આત્મહત્યા કરી લેતા હોય છે.  શહેરના ભકિતનગર વિસ્તારમાં આવેલ સુખરામનગર શેરી નં. 7 માં રહેતી વર્ષાબેન મયુરભાઈ લાંબા (ઉ.વ.26 )એ આજે સવારે ઘરે પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લેતા વિસ્તારમાં અરેરાટી મચી ગઇ હતી. પરિવાર દ્વારા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ચારણવાડી પાસે સુખરામનગર-7માં રહેતી વર્ષાબેન મયુરભાઈ લાંબા  નામની પરિણીતાએ આજે સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરેલ.

મૃત્યુ પામનાર પરિણીતાના લગ્ન 11 મહિના પહેલા જ રાધનપુર પંથકમાં થયા હતા અને છેલ્લા એકાદ મહિનાથી સુખરામનગરમાં તેના ભાઈના ઘરે પતિ સાથે રહેતી હતી. પતિ ભાઈની કાપડની દુકાનમાં જ કામ કરતા હતા. સવારે પતિ દુકાને ગયા બાદ મોટો ભાઈ સહિતના નીચે હતા ત્યારે પગલું ભરી લીધું હતું. બનાવના પગલે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.